DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે

|

Jan 29, 2021 | 10:42 PM

દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.

DELHI IED Blast: ભારતીય રાજદૂતે કહ્યું, ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં નહીં આવે

Follow us on

દિલ્હી (DELHI)માં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ અંગે ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે ઈઝરાયેલ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારત સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. ઈઝરાયેલમાં ભારતના રાજદૂતસંજીવ સિંગલાએ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ એલન ઉશ્જીપ સાથે ફોનમાં વાત કરીને કહ્યું, “ઈઝરાયેલના અધિકારીઓની સુરક્ષામાં ભારત સરકાર દ્વારા કોઈ કસર છોડવામાં નહીં આવે.”

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

આ ઘટના અંગે ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકરે કહ્યું, “ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજી સાથે તરત જ વાત કરી. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. ઈઝરાયેલના રાજનાયીકો અને દુતાવાસની સુરક્ષા માટે એમને આશ્વાસન આપ્યું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને ઘટનાના દોષીઓને પકડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે.”

 

બીજી બાજુ ઈઝરાયેલના વિદેશપ્રધાન ગાબી અશ્કેનાજીએ ટ્વીટ કરીને લખ્યું, “દિલ્હીમાં ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ અંગે થોડા સમય પહેલા જ ભારતના વિદેશપ્રધાન એસ.જય શંકર સાથે વાત કરી. ભારતના વિદેશપ્રધાને મને આશ્વાસન આપ્યું છે કે ભારતીય અધિકારીઓ તમામ ઈઝરાયેલ રાજનાયીકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. મેં એમનો આભાર વ્યકત કર્યો અને ઈઝરાયેલ તરફથી તમામ પ્રકારની મદદ અને સહયોગનો ભારોસો આપ્યો છે.

 

આ પણ વાંચો: DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

Next Article