Delhi: દિલ્હી હાઈકોર્ટે કહ્યું, જો ફરિયાદની જાણકારી મીડિયાને આપવામાં આવે તો તે માનહાનિ નથી

|

Oct 17, 2021 | 11:32 AM

આ અરજીની સુનાવણી કરતા જસ્ટિસ મુક્તા ગુપ્તાએ તારિકા તરંગની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

Delhi: દિલ્હી હાઈકોર્ટે કહ્યું, જો ફરિયાદની જાણકારી મીડિયાને આપવામાં આવે તો તે માનહાનિ નથી
દિલ્હી હાઈકોર્ટ

Follow us on

Delhi: દિલ્હી હાઈકોર્ટે એક અરજીની સુનાવણીના મામલામાં સ્પષ્ટપણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદની માહિતી મીડિયાને આપવામાં આવે તો આ ગુનો ફોજદારી બદનક્ષીની શ્રેણીમાં આવશે નહિ.

આ કેસમાં કોર્ટે તેના પર ટિપ્પણી કરતા રાયગઢની એક મહિલાની 40 લોકો વિરુધ્ધ બદનક્ષીનો કેસ (Defamation Case) ચલાવવાની માગને ફગાવી દીધી હતી.

આ અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ મુક્તા ગુપ્તાએ તારિકા તરંગની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા નીચલી અદાલતના નિર્ણયને સમર્થન આપ્યું છે. નીચલી અદાલતે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનને અધિકાર ક્ષેત્ર અને હકીકતોના આધારે કેસ નોંધવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ અંગે જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અરજદાર મહિલાએ આ તમામ લોકો વિરુદ્ધ છત્તીસગઢ (Chhattisgarh)ના રાયગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકને ફરિયાદ આપી હતી. જોકે રાયગઢમાં આ બાબત હજુ વિચારણા હેઠળ છે. મહિલાએ આ 40 લોકો સામે આ આધારે કેસ કરવાની માંગણી કરી છે કે, પોલીસ અધિક્ષકને ફરિયાદ આપ્યા પછી, તેણે ઓફિસની બહાર મીડિયા (Media) સાથે વાતચીત કરતી વખતે ફરિયાદ વિશે માહિતી આપી.

નોંધપાત્ર બાબત એ છે કે, આ કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે, તે એક એનજીઓ કાર્યકર છે અને નિરાધારના અધિકારો માટે લડી રહી છે. બીજી બાજુ, પ્રતિવાદી તરીકે બનાવેલા લોકો તેના ફાર્મ હાઉસ પર ગેરકાયદેસર કબજો કરવા માંગે છે. આ દરમિયાન, આ લોકોએ બળજબરીથી તેના ફાર્મ હાઉસ (Farm house)માં પ્રવેશ કર્યો અને તેની છેડતી કરી અને તેની જાતિ વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી. આ સિવાય અખબારો દ્વારા લોકોને હેરાન કરવાનો આરોપ લગાવવાથી સમાજમાં તેમની છબી ખરબ થઈ છે.

મહિલાએ કોર્ટમાંથી કેસ દાખલ કરવાની માગ કરી હતી

આ સ્થિતિમાં દરેક સામે માનહાનિ, છેડતી અને SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની સૂચના આપવી જોઈએ. અરજદારે કહ્યું કે, તેની ઓફિસ દિલ્હીમાં છે અને દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આક્ષેપો દર્શાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : T20 World Cup FAQ: કેટલી ટીમો લઇ રહી છે ભાગ, કેટલી રમાશે મેચ, T20 ચેમ્પિયનને કેટલા રુપિયા મળશે ઇનામ, અહીં જાણો દરેક સવાલ નો જવાબ

Next Article