દિલ્હી સરકાર 1 જાન્યુઆરીથી 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન કરશે રદ, જાણો કાર માલિકે હવે શું કરવું?

|

Dec 16, 2021 | 7:25 PM

તમને જણાવી દઈએ કે NGTના આદેશ અનુસાર દિલ્હી-NCRમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.

દિલ્હી સરકાર 1 જાન્યુઆરીથી 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન કરશે રદ, જાણો કાર માલિકે હવે શું કરવું?
Deregistration of 10 years old Deiseal cars in Delhi

Follow us on

દિલ્હી (Delhi)માં 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. 1 જાન્યુઆરી, 2022 સુધીમાં 10 વર્ષ પૂર્ણ કરનાર તમામ ડીઝલથી ચાલતા વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. અન્ય રાજ્યોમાં વાહન ટ્રાન્સફર કરાવવા માગતા કાર માલિકોને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઈશ્યુ કરવામાં આવશે, જેથી અન્ય જગ્યાએ વાહનોની પુન: નોંધણી થઈ શકે. તમને જણાવી દઈએ કે NGTના આદેશ અનુસાર દિલ્હી-NCRમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.

 

કાર માલિકે હવે શું કરવું?

દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં બદલીને ચલાવી શકાય છે. પરંતુ કિટ, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રેટ્રોફિટેડ કંપનીઓમાંથી જ ઈન્સ્ટોલ કરવાની રહેશે. નિયમો મુજબ જે વાહનો અન્ય રાજ્યોમાં પુનઃ રજીસ્ટ્રેશન ન થઈ શકે તેવા વાહનોને સ્ક્રેપ પોલિસી મુજબ સ્ક્રેપ કરવાના રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ સિવાય દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે અધિકૃત સ્ક્રેપર્સની યાદી બનાવી છે જ્યાં વાહનોને સ્ક્રેપ કરી શકાય છે. દિલ્હી સરકારના પરિવહન વિભાગે www.http://transport.delhi.gov.in પર સ્ક્રેપર્સનું લિસ્ટ બહાર પાડ્યુ છે, જ્યાં વિગતવાર લિસ્ટ જોઈ શકાય છે. જે વાહન માલિકો આ આદેશનું પાલન નહીં કરે, તેમના વાહનો જપ્ત કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટ, 1988 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

 

આવું કેમ થઈ રહ્યું છે?

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મામલે આદેશ આપ્યો હતો. તે સ્પષ્ટપણે જણાવે છે કે ખાનગી વાહનને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટ પાસ ન કરતા વાહનો ચલાવવા માટે ભારે દંડ ફટકારવામાં આવશે. તેમજ આવા વાહનો જપ્ત કરવામાં આવશે. જે વાહનો ફિટનેસ ટેસ્ટ પાસ કરશે, તે વાહનોને ચાલવા દેવામાં આવશે. અનફીટ વાહનોને સ્ક્રેપેજ પોલિસી હેઠળ જંકમાં મોકલવામાં આવશે.

 

અગાઉ, દિલ્હી પરિવહન વિભાગે 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અથવા 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરનારા લોકો પર 10,000 રૂપિયાના દંડની પણ જાહેરાત કરી છે. વિભાગનું કહેવું છે કે ભારે દંડ વસૂલવા ઉપરાંત, ઉલ્લંઘન કરનારા વાહનોને જપ્ત કરવામાં આવશે અથવા સ્ક્રેપ કરવામાં આવશે.

 

દિલ્હી સરકારના નવા આદેશ અનુસાર તમામ શ્રેણીના વાહનો માટે નોંધણી પ્રમાણપત્ર અથવા આરસીની અવધિ 15 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ નવા આદેશ અનુસાર 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

આ પણ વાંચો: Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!

 

આ પણ વાંચો: મંત્રીજીના તીખા તેવર : પત્રકારો સાથે ગેરવર્તન કરતા આ કેન્દ્રીય મંત્રીનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

Next Article