દિલ્હીને પહેલીવાર મળ્યો 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન, CM કેજરીવાલે PM મોદીને પત્ર લખીને કહી આ વાત

|

May 06, 2021 | 7:47 PM

કોરોનાના વધતા જતા કેસોની સાથે રાજધાની દિલ્હી પણ સતત ઓક્સિજનની અછત સાથે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં પહેલીવાર દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન સપ્લાય મળ્યો છે. આના પર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર માન્યો છે. સાથે અપીલ પણ કરી હતી કે ઓછામાં […]

દિલ્હીને પહેલીવાર મળ્યો 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન, CM કેજરીવાલે PM મોદીને પત્ર લખીને કહી આ વાત
FILE PHOTO

Follow us on

કોરોનાના વધતા જતા કેસોની સાથે રાજધાની દિલ્હી પણ સતત ઓક્સિજનની અછત સાથે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં પહેલીવાર દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન સપ્લાય મળ્યો છે. આના પર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર માન્યો છે. સાથે અપીલ પણ કરી હતી કે ઓછામાં ઓછું આટલું ઓક્સિજન દરરોજ દિલ્હીને આપવું જોઈએ.

વડા પ્રધાનને લખેલા પત્રમાં અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે “દિલ્હી દરરોજ 700 ટનનો વપરાશ કરે છે. અમે કેન્દ્ર સરકારને સતત પ્રાર્થના કરી રહ્યા હતા કે અમને આટલું ઓક્સિજન આપવામાં આવે. ગઈકાલે પહેલીવાર દિલ્હીને 730 ટન ઓક્સિજન મળ્યો છે. હું દિલ્હીની જનતાના તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું. આપને વિનંતી છે કે દરરોજ ઓછામાં ઓછો આટલો ઓક્સિજન દિલ્હીને આપો અને તેમાં કોઈ કાપ મૂકવો ન જોઇએ. આ માટે આખી દિલ્હી તમારિ આભારી રહેશે.

કેન્દ્રમાંથી મળેલા ઓક્સિજનનું વિતરણ કેવી રીતે કરવામાં આવે છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિલ્હીમાં ઓક્સિજનના વિતરણનું સંચાલન કરી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચડ્ઢા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા અપાયેલ ઓક્સિજન એક નિયત સૂત્ર હેઠળ દિલ્હીની હોસ્પિટલોમાં વહેંચાય છે. દિલ્હીની દરેક હોસ્પિટલમાં ઓક્સિજન સંબંધિત ડિમાન્ડ હોય છે. પહેલાથી નિર્ધારિત ફોર્મ્યુલા મુજબ હોસ્પિટલના આઇસીયુ અને નોન બેડની ગણતરી કરવામાં આવે. તે બાદ દરેક હોસ્પિટલમાં આઇસીયુ પલંગની સંખ્યાના મિનિટ દીઠ ઓક્સિજન માંગની સંખ્યાની ગણતરી થાય છે. ઉદાહરણ તરીકે જો આઇસીયુ બેડ પર 20 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજન અને બિન-આઇસીયુ માટે 10 લિટર પ્રતિ મિનિટની આવશ્યકતા હોય, તો તે આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

રાઘવ ચડ્ઢાના જણાવ્યા અનુસાર, દરેક હોસ્પિટલમાં માંગ અને સપ્લાયના આકારણીના આધારે સરકારે નક્કી કર્યું છે કે કયો વિક્રેતા કઇ હોસ્પિટલમાં કેટલો ઓક્સિજન સપ્લાય કરશે. આ સાથે સંબંધિત ઓર્ડર પણ સરકારે જારી કર્યા છે. દિલ્હી સરકારે ઓક્સિજન સપ્લાય અને sos કોલ માટે ઓક્સિજન વોર રૂમ બનાવ્યો છે જ્યાંથી ઓક્સિજન ઉપલબ્ધતા, વિતરણ અને કટોકટી ચેતવણીઓ પર નજર રાખવામાં આવે છે અને પરિસ્થિતિ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જે ટેન્કરોથી ઓક્સિજન દિલ્હી મોકલવામાં આવે છે તે માંગના આધારે ઓક્સિજનના સપ્લાય માટે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

 

આ પણ વાંચો: Good News: રશિયાએ સિંગલ-ડોઝ Sputnik Light કોવિડ વેક્સિનને આપી મંજૂરી, જાણો કેટલી અસરકારક

આ પણ વાંચો: રિયલ લાઈફમાં ભાગીને કર્યા હતા લગ્ન, પોપટલાલના વાસ્તવિક જીવનની આ વાતો તમને માન્યામાં નહીં આવે

Next Article