AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયલ લાઈફમાં ભાગીને કર્યા હતા લગ્ન, પોપટલાલના વાસ્તવિક જીવનની આ વાતો તમને માન્યામાં નહીં આવે

પત્રકાર પોપટલાલની રિયલ લાઈફનું નામ શ્યામ પાઠક છે. અને તેમની પત્ની રેશમી ગૃહિણી છે. તે લાઈમલાઇટથી ઘણી દૂર રહે છે. શ્યામ અને રેશમીને ત્રણ બાળકો છે.

રિયલ લાઈફમાં ભાગીને કર્યા હતા લગ્ન, પોપટલાલના વાસ્તવિક જીવનની આ વાતો તમને માન્યામાં નહીં આવે
File Image
| Updated on: May 06, 2021 | 6:08 PM
Share

પત્રકાર પોપટલાલનું નામ પડે કે તરત જ સૌના ચેરા પર સ્માઈલ આવી જાય. અને મનમાં વિચાર આવી જાય કે પોપટલાલના લગ્ન થશે ક્યારે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શોએ ટેલિવિઝન જગતમાં એક અલગ ઓળખ બનાવી છે. શોનું દરેક પાત્ર તેની જબરદસ્ત શૈલી અને કોમિક ટાઈમ માટે જાણીતું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ અત્યાર સુધીનો સૌથી લાંબી ચાલેલો શો છે. આ શો છેલ્લા 13 વર્ષમાં દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોમાં જેઠાલાલ, ઐયર ભાઈ, પોપટલાલ અને બાપુજી જેવા પાત્રો તેમની કોમેડીથી ચાહકોનું દિલ જીતવા માટે બિલકુલ સમર્થી છે એમ કહીએ તો કંઈ ખોટું નથી.

શોમાં જર્નાલિસ્ટ પોપટલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા શ્યામ પાઠક શોમાં હંમેશાં તેમના લગ્નની ચિંતામાં રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં તે પરિણીત છે અને તેના ત્રણ બાળકો પણ છે. શ્યામ પાઠકની પત્નીનું નામ રેશમી છે. શ્યામ અને રેશમીએ વર્ષ 2003 માં લવ મેરેજ કર્યા હતા. શ્યામ અને તેની પત્ની રેશમી એનએસડી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યા હતા.

શ્યામ પાઠકના આ રીતે લગ્ન થયાં

શ્યામ અને રેશમી સાથે ભણી રહ્યા હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. જે બાદ તેઓએ પરિવારના સભ્યોને કહ્યા વિના એક બીજા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંનેના પરિવારજનો ખૂબ જ ગુસ્સે થયા હતા, જોકે સમય જતા તેઓને તેમના પરિવારના સભ્યોની સંમતિ પણ મળી ગઈ.

શ્યામ પાઠકની પત્ની રેશમી ગૃહિણી છે. તે લાઈમલાઇટથી ઘણી દૂર રહે છે. શ્યામ અને રેશમીને ત્રણ બાળકો છે. જેમાં પુત્રીનું નામ નિયતિ, પુત્રનું નામ પાર્થ અને નાના પુત્રનું નામ શિવમ છે.

અભિનય માટે CA છોડી દીધો

અભિનેતા શ્યામ પાઠક અભિનયમાં જોડાતા પહેલા સીએનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયામાં પણ એડમીશન મળી ગયું હતું. જોકે શ્યામને અભિનયમાં રસ હતો. જે બાદ તેમણે સીએનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો.

શ્યામ પાઠકને પોપટલાલ તરીકે મળી પ્રસિદ્ધિ

શ્યામ પાઠકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો પર હાજર થતાં પહેલાં ‘જસુબેન જયંતિ લાલ જોશી કિ જોઈન્ટ ફેમીલી’માં પણ કામ કર્યું હતું. જો કે, જ્યારે તારક મહેતા તરફથી તેમને ઓફર મળી ત્યારે તેણે તરત જ હા પાડી. પત્રકાર પોપટલાલના પાત્રથી અભિનેતાને ઘણી લોકપ્રિયતા મળી.

આ પણ વાંચો: “બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સહાય”, જાણો આ ઘોષણા સાથે મમતાએ શું લગાવ્યા આરોપ

આ પણ વાંચો: શું ખરેખર 5G ટેસ્ટીંગના કારણે મરી રહ્યા છે લોકો? કોરોનાની બીજી લહેરનું કારણ છે 5G? જાણો શું છે સત્ય

g clip-path="url(#clip0_868_265)">