DELHI : નવા કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે નિમેલી સમિતિની 19 જાન્યુઆરીએ પ્રથમ બેઠક

|

Jan 18, 2021 | 8:05 AM

DELHI : કૃષિ કાયદાને લઇને સરકાર અને Farmer વચ્ચે વિવાદને ઉકેલવા સુપ્રિમ કોર્ટે કાયદાના અમલ પર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી રોક લગાવી છે.

DELHI : નવા કૃષિ કાયદા પર સુપ્રિમ કોર્ટે નિમેલી સમિતિની 19 જાન્યુઆરીએ પ્રથમ બેઠક

Follow us on

DELHI : દેશમાં નવા કૃષિ કાયદાને લઇને સરકાર અને Farmer વચ્ચે ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે સુપ્રિમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. તેમજ સરકાર અને Farmer વચ્ચેના મુદ્દાના  અભ્યાસ માટે એક સમિતિની રચના પણ કરી છે. આ સમિતિની પ્રથમ બેઠક પુસા પરિસરમાં 19 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ સમિતિના સભ્યોમાં સામેલ અનિલ ઘનવટે રવિવારે આ માહિતી આપી હતી.

જો કે ભારતીય કિસાન યુનીયનના અધ્યક્ષ ભુપિન્દર માન ગત સપ્તાહે જ સમિતિમાંથી અલગ થઈ ગયા હતા. જેમાં હાલ નવા કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ સાથે છેલ્લા 50 દિવસથી ખેડૂતો દિલ્હીની સીમાઓ  પ્રદર્શન કરી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટે રચેલી સમિતિમાં ઘનવટ ઉપરાંત , કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને પ્રમોદ કુમાર જોશી સમિતિના બે અન્ય સભ્યો છે.શતકારી સંગઠન ( મહારાષ્ટ્ર) ના પ્રમુખ ઘનવટ સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું કે [ અમે લોકો પુસા પરિસરમાં 19 જાન્યુઆરીએ બેઠક કરીશું. તેમજ આગમી રણનીતિ પર નિર્ણય કરવા માટે હાલ માત્ર સભ્યો જ બેઠકમાં સામેલ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટે ચાર સભ્યોની નિમણૂક કરી હતી. જો કોર્ટ નવા સભ્યની નિમણૂક નહી કરે તો આ સભ્યો તેમનું કામ ચાલુ રાખશે. આ સમિતિને તેના કાર્યક્ષેત્ર અંગે જણાવવામાં આવ્યું છે અને કામ 21 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

Next Article