Delhi Fire: મુંડકા આગ દુર્ઘટના બાદ ફેક્ટરીના માલિકની ધરપકડ, પીડિતોને પીએમ રાહત ફંડમાંથી વળતરની જાહેરાત

|

May 14, 2022 | 7:06 AM

દિલ્હી ફાયર સર્વિસ(Delhi Fire Service)ના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું કે ફાયર ફાઈટિંગ ઓપરેશન (Fire Fighting Operation) પૂર્ણ થઈ ગયું છે. બચાવ કામગીરી ચાલુ છે. વિસ્તારની વિશાળતાને ધ્યાનમાં લેતાં સમય લાગશે.

Delhi Fire: મુંડકા આગ દુર્ઘટના બાદ ફેક્ટરીના માલિકની ધરપકડ, પીડિતોને પીએમ રાહત ફંડમાંથી વળતરની જાહેરાત
Factory owner arrested after Mundka fire tragedy, PM announces compensation to victims from relief fund

Follow us on

Delhi Fire: રાજધાની દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન (Mundka Metro Station) નજીક ચાર માળની બિલ્ડીંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. હાલમાં આગ (Fire in Delhi) પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ બચાવ કામગીરી હજુ ચાલુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Delhi Chief Minister Arvind Kejriwal) સહિત ઘણા નેતાઓએ આ દર્દનાક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોની સારવાર માટે 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

દિલ્હી પોલીસે કંપનીના માલિકની ધરપકડ કરી 

જે ઈમારતમાં આગ લાગી તે ચાર માળની કોમર્શિયલ ઈમારત છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા આપવા માટે થાય છે. આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જે સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ છે. મુંડકાની ઈમારતમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ કેસમાં દિલ્હી પોલીસે કંપનીના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

દિલ્હી પોલીસ કંપની આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી સમીર શર્માએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ લગભગ 50 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દિલ્હી ફાયર સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું કે ફાયર ફાઈટિંગ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. બચાવ કામગીરી ચાલુ છે. વિસ્તારની વિશાળતાને ધ્યાનમાં લેતાં સમય લાગશે. આગ એટલી ગંભીર હતી કે તેને કાબૂમાં લેવા માટે 27 ફાયર ટેન્ડરોને કામે લગાડવું પડ્યું હતું. આગ ઓલવવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. હાલમાં અંદર કેટલા લોકો હતા તે અંગે કોઈ માહિતી મળી નથી.

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંડકા આગ અકસ્માત અંગે ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, “દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભયાનક આગની દુર્ઘટનાથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.” સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, “દિલ્હીમાં ભીષણ આગને કારણે થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

Published On - 7:06 am, Sat, 14 May 22

Next Article