દિલ્લીઃ મુંડકા ફેક્ટરીમાં આગનું તાંડવ, 4 માળની ઇમારત પરથી છલાંગ લગાવતા 27 લોકોના કરૂણ મોત, NDRF એ સંભાળ્યો મોર્ચો

દિલ્લીઃ મુંડકા ફેક્ટરીમાં આગનું તાંડવ, 4 માળની ઇમારત પરથી છલાંગ લગાવતા 27 લોકોના કરૂણ મોત, NDRF એ સંભાળ્યો મોર્ચો
Delhi: 27 killed in Mundka factory

(Mundka fire): પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ આ પરિસર ઘણું મોટું છે. અને તેમાં સીસીટીવી બનાવવાની ફેક્ટરી આવેલી હતી. આ પરિસ્થિતમાં અંદર રહેલા લોકો મોટા ભાગના શ્રમિકો હતા.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 14, 2022 | 6:41 AM

(Mundka fire): પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ આ પરિસર ઘણું મોટું છે. અને તેમાં સીસીટીવી બનાવવાની ફેક્ટરી આવેલી હતી. આ પરિસ્થિતમાં અંદર રહેલા લોકો મોટા ભાગના શ્રમિકો હતા.  દિલ્લી (Delhi)ના મુંડકામાં લાગેલી ભીષણ (Fire)આગમાં 27 લોકોના મોત થયા છે. તો 85થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી ઘણાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.  (Delhi fire service )દિલ્લી ફાયર સર્વિસ તથા દિલ્લી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 4 માળની ઇમારતમાં આશરે 200થી વધુ લોકો હતા. જેમાંથી 85 લોકોને બચાવવામાં આવ્યા છે. તો ઘણા લોકો જાતે જ બચવા માટે ઇમારત પરથી કૂદી પડ્યા હતા. હાલ તો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે તેમજ 27 શબને બહાર કાઢવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આગ એટલી તો ભીષણ હતી કે અંદરની દીવાલો ધસીને એકબીજા પર પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કાટમાળ હટાવીને બચાવ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ત્રીજા અને ચોથા માળે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આગ ઉપર કાબૂ મેળવવા માટે NDRFની મદદ પણ લેવામાં આવી રહી છે.

વધી શકે છે મૃતકોની સંખ્યા : પોલીસ

પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર આ પરિસર ઘણું મોટું છે અને અને તેમાં સીસીટીવા બનાવવાની ફેક્ટરી આવેલી હતી. આ પરિસ્થિતમાં અંદર રહેલા લોકો મોટા ભાગના શ્રમિકો હતા. હાલમાં બચાવકાર્ય ચાલુ જ છે. તેમજ દિલ્લીના બે જિલ્લાની પોલીસો પણ અહીં ખડ઼કી દેવામાં આવી છે. તો એનડીઆરએફ પણ સ્થળ પર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

આ કરૂણ ઘટના બાદ તુરંત દિલ્લી પોલીસે બિલ્ડિંગના માલિક હરિશ ગોયલ અને વરૂણ ગોયલની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દે હજી ઘણાની ધરપકડ થઈ શકે છે.

પ્રથમ માળ ઉપરથી થઈ આગ લાગવાની શરૂઆત

દિલ્લી પોલીસના DCp સમીર શર્માના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પોણા પાંચે પીસીઆર પર આગ લાગવાની માહિતી અમને મળી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ કર્મચારીઓએ બચાવકાર્ય માટે ઇમારતની બારીઓ તોડી નાંખી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.  પોલીસને પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થઈ હતી કે બ્લિડિંગનો વપરાશ કર્મશિયલ રીતે કંપનીઓને જગ્યા આપવા માટે કરવામાં આવતો હતો. આગ લાગવાની શરૂઆત પ્રથમ માળથી થઈ હતી. જયાં સીસીટીવી કેમેરા તથા રાઉટર બનાવીને એસેમ્બલ કરવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati