DELHI : ખેડૂતોની ટ્રેકટર રેલીને શરતી મંજૂરી, જાણો દિલ્હી પોલીસે કઈ શરતો રાખી

|

Jan 24, 2021 | 7:22 PM

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરેડના સમયે ખેડૂતો દિલ્હીના રિંગરોડ પર વિશાળ ટ્રેક્ટર રેલી કરવાના છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોને ત્રણ જગ્યાએ ટ્રેક્ટર રેલીને શરતી મંજુરી આપી છે.

DELHI : ખેડૂતોની ટ્રેકટર રેલીને શરતી મંજૂરી, જાણો દિલ્હી પોલીસે કઈ શરતો રાખી

Follow us on

DELHI-NCRમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના પુરા થવા આવશે. 24 જાન્યુઆરીને રવિવારે આ ખેડૂત આંદોલનનો 58મો દિવસ હતો. ગત 26 નવેમ્બરથી ખેડૂતો ત્રણેય ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ અને MSPની ગેરેંટીની માંગ સાથે DELHI-NCRની બોર્ડર પર ધરણા કરી રહ્યા છે. સરકારે આ ત્રણેય ખેડૂત કાયદાઓ 18 મહિના સુધી લાગુ ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, આમ છતાં ખેડૂતો આ ત્રણેય ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે ખેડૂતો અડગ છે. હવે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરેડના સમયે ખેડૂતો દિલ્હીના રિંગરોડ પર વિશાળ ટ્રેક્ટર રેલી કરવાના છે. દિલ્હી પોલીસ કમિશ્નરે ખેડૂતોને ત્રણ જગ્યાએ ટ્રેક્ટર રેલીને શરતી મંજુરી આપી છે.

ટ્રેક્ટર રેલીને શરતી મંજુરી
ખેડૂતોની ટ્રેકટર રેલી અંગે દિલ્હી પોલીસના સ્પેશલ ઇન્ટેલિજન્સ કમિશ્નરે કહ્યું કે ખડૂતો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલી કાઢવા ઈચ્છે છે. પોલીસ અને સંયુક્ત કિસન મોરચા વચ્ચે ટ્રેક્ટર રેલી અંગે વાતચિત થઇ છે. પોલીસે કહ્યું કે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોચે. ટ્રેકટરની સ્પીડ 15 થી 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે , ખેડૂતો દિલ્હીના રિંગરોડ પર સર્કલ રેલી નહિ કરી શકે, એટલે કે ખેડૂતો સમગ્ર રિંગરોડ પર ટ્રેક્ટર રેલી કરીને દિલ્હીને ઘેરી નહિ શકે. ખેડૂતોએ આ ટ્રેક્ટર રેલીની લેખિતમાં મંજુરી માંગી હતી અને દિલ્હી પોલીસને ટ્રેક્ટર રેલીના રૂટ અંગે પણ જાણકારી આપી હતી.

ત્રણ જગ્યાએ ટ્રેકટર રેલીને મંજુરી
દિલ્હી પોલીસે દિલ્હી રિંગરોડ પર ત્રણ જગ્યાએ ટ્રેકટર રેલીને મંજુરી આપી છે. રિંગરોડ પરથી દિલ્હીમાં કેટલાક કિલોમીટર અંદર સુધી ટ્રેક્ટર રેલી પ્રવેશ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રૂટ 1 : ટીકરીથી 62 કિમી સુધી અંદર
રૂટ 2 : સિંધુ બોર્ડરથી 62 કિમી અંદર
રૂટ 3 : ગાઝીપુર બોર્ડરથી 42 કિમી અંદર

પ્રજાસત્તાક દિવસે દિલ્હી પોલીસને વધુ એક પડકાર
દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને શરતી મંજુરી આપી છે. દિલ્હી પોલીસના સ્પેશલ ઇન્ટેલિજન્સ કમિશ્નરે કહ્યું કે આ ટ્રેકટર રેલી અંગે દિલ્હી પોલીસે સતર્ક રહેવું પડશે. એક બાજુ પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને એ જ દિવસે ખેડૂતોની ટ્રેકટર રેલી દિલ્હી પોલીસ માટે એક પડકાર સમાન બની રહેશે. દિલ્હી પોલીસ કમિશ્નરે પોલીસ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપી દીધા છે.

Next Article