DELHI : ઉત્તરપ્રદેશના ખેડૂતો સાથે CM કેજરીવાલની મુલાકાત, ખેડૂત કાયદાને ‘મોતનું વોરંટ’ કહ્યું

|

Feb 21, 2021 | 6:21 PM

DELHI : આમ આદમી પાર્ટી કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે ખુલીને સામે આવી છે.

DELHI : ઉત્તરપ્રદેશના ખેડૂતો સાથે CM કેજરીવાલની મુલાકાત, ખેડૂત કાયદાને મોતનું વોરંટ કહ્યું

Follow us on

DELHI : દિલ્હી વિધાનસભા ભવનમાં રવિવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મળીને ત્રણ ખેડૂત કાયદાઓ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રના ત્રણ કાયદાઓ પર પશ્ચિમ યુપીના ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે આ કાયદાઓ ખેડૂતો માટે મોતના વોરંટ સમાન છે.

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો આ કાયદા લાગુ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્ર કેટલાક કોર્પોરેટરોના હાથમાં રહેશે. સાથે એમ પણ કહ્યું કે 28 મી ફેબ્રુઆરીએ મેરઠમાં એક ભવ્ય કિસાન પંચાયત યોજાનાર છે, જ્યાં આ કાયદાઓની ચર્ચા કરવામાં આવશે અને ભારત સરકારને આ કાયદાઓ પાછા ખેંચવાની અપીલ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આમ આદમી પાર્ટી કેન્દ્રના ત્રણ ખેડૂત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે ખુલીને સામે આવી છે. કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત દિલ્હી પહોંચ્યા ત્યારથી જ દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી ખેડૂતોને સુવિધાઓ આપી રહી છે. કેજરીવાલે સૌ પ્રથમ ખેડૂતો માટે સ્ટેડિયમમાં જેલ બનાવાનો કેન્દ્ર સરકારને સ્પષ્ટ ના કહી દીધી હતી. આંદોલન કરી રહેલા ખેડૂતોને બુરાડી મેદાનમાં ભોજન, તંબુઓ તેમજ વાઇફાઇની સુવિધા આપી હતી. પાર્ટીના નેતાઓ અને સરકારના મંત્રીઓને પણ આંદોલનકારી ખેડુતોની સેવા કરવાની સૂચના આપવામાં આવી હતી.

Next Article