સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાયુસેનાના અધિકારીઓ સાથે એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સ યોજી

|

Nov 10, 2021 | 10:51 PM

કમાન્ડરોની કોન્ફરન્સનું આયોજન 10 નવેમ્બર 2021 થી 12 નવેમ્બર 2021 દરમિયાન કરવામાં આવ્યું છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાયુસેનાના અધિકારીઓ સાથે એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સ યોજી
Defense Minister Rajnath Singh Holds Air Force Commanders Conference With Air Force Officials

Follow us on

DELHI : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા 10 નવેમ્બર 2021ના રોજ એર હેડક્વાર્ટર (વાયુ ભવન) ખાતે બીજી દ્વિ-વાર્ષિક IAF કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સંરક્ષણ ઉત્પાદન સચિવ રાજ કુમારનું સ્વાગત કર્યું હતું. CAS દ્વારા સંરક્ષણ પ્રધાનને IAF કમાન્ડરોનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એરફોર્સ કમાન્ડરોને આ કોન્ફરન્સના ઉદ્ઘાટન દિવસે સંબોધન કર્યું હતું. સંરક્ષણ પ્રધાને પોતાના સંબોધન દરમિયાન ઉચ્ચ સ્તરની તૈયારીઓ જાળવી રાખવા, ખૂબ જ ટુંકા સમયમાં જ પ્રતિભાવ આપવાના સામર્થ્ય અને પરિચાલન તેમજ શાંતિના સમયના કાર્યો હાથ ધરવામાં પ્રોફેશનલિઝમના ઉચ્ચ ધોરણો દર્શાવવા બદલ IAFની પ્રશંસા કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સંરક્ષણ પ્રધાને આપણી સરહદો પરની ચડાવઉતારની સ્થિતિ અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, સશસ્ત્ર દળોએ કોઈપણ આકસ્મિક સ્થિતિમાં ખૂબ જ ટૂંકા સમય દરમિયાન પ્રતિભાવ આપવા માટે તૈયાર રહેવાની જરૂર છે.તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યના સંઘર્ષોમાં IAFની ભૂમિકા ઘણી નિર્ણાયક રહેશે અને તેમણે AI, બિગ ડેટા હેન્ડલિંગ અને મશીન લર્નિંગ દ્વારા પ્રદાન કરવામાં આવતી ક્ષમતાઓ અને તકોમાં વધુ સુમેળ કરવાની જરૂર છે.

તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ દ્વારા સ્વદેશીકરણના ક્ષેત્રમાં હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોના પરિણામો દેખાઇ રહ્યા છે અને LCA Mk 1A and C-295 ના ઓર્ડરો સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રમાં તકોના નવા દ્વાર ખોલશે.

થિયેટરાઇઝેશન અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સંયુક્તતા વધારવી જરૂરી છે અને વિવિધ વિકલ્પોની નજીકથી તપાસ કર્યા પછી માળખું વિકસાવવું જોઈએ તેમજ તમામ હિતધારકોના ઇનપુટ્સને ધ્યાનમાં લેવામાં આવશે. સંરક્ષણ મંત્રીએ પોતાની વાતનું સમાપન કરતી વખતે કમાન્ડરોને “અનિશ્ચિતતાઓ વચ્ચે નિશ્ચિતતાની ખાતરી”ની કોન્ફરન્સ થીમ તરફ વ્યવહારુ અને નક્કર ઉકેલો તૈયાર કરવા માટે મંથન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ CAS એ સંરક્ષણ મંત્રીને IAF ની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી.

CAS એ તમામ કમાન્ડરોને સંબોધન કર્યું હતું અને આપણા હરીફો દ્વારા કોઈપણ દુ:સાહસ સામે ઝડપથી અને યોગ્ય પ્રતિસાદ આપવા માટે બહુ-ક્ષેત્રીય ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો. તેમણે એવું પણ ભારપૂર્વક કહ્યું હતું કે, ભવિષ્યમાં થનારા સંઘર્ષો દરમિયાન લડાયક શક્તિના સુમેળભર્યા ઉપયોગને સક્ષમ કરવા માટે ભારતીય સૈન્ય અને ભારતીય નૌસેના સાથે સંયુક્ત તાલીમની જરૂરિયાત પણ જરૂર છે. CAS એ મહામારીના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ ઉચ્ચ કક્ષાની તૈયારીઓની સ્થિતિ જાળવવા બદલ તમામ કમાન્ડરોની પ્રશંસા કરી.

કમાન્ડરોની કોન્ફરન્સનું આયોજન 10 નવેમ્બર 2021 થી 12 નવેમ્બર 2021 દરમિયાન કરવામાં આવ્યું છે. ભૂ-રાજકીય સ્થિતિમાં અનિશ્ચિતતા સશસ્ત્ર દળો માટે તાલીમ, સુસજ્જતા અને ઝડપી ફેરફારો માટે અનુકૂલન કરવાનું આવશ્યક બનાવે છે. આ કોન્ફરન્સ દરમિયાન, કમાન્ડરો રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રભાવ પાડી શકે તેવી પરિસ્થિતિઓ પર ચર્ચા કરશે અને પરામર્થ કરશે તેમજ પરિચાલન ક્ષમતા વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરશે. માનવશક્તિના અસરકારક ઉપયોગ માટે તાલીમને મજબૂત કરવા અને HR નીતિઓને શ્રેષ્ઠ બનાવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરવામાં આવશે.

Next Article