VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

|

Oct 26, 2019 | 2:13 PM

રામ નગરી અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી શરૂ છે. અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિશ્વસનિય દિવાળીની ઉજવણી ચાલી રહી છે. સમગ્ર અયોધ્યા લાાખો દીવડાઓથી ઝગમગી ઉઠ્યું છે. સમગ્ર અયોધ્યા નગરી ભગવાન રામના રંગે રંગાઈ ગઈ છે. 5.5 લાખથી વધુ દીવડાઓથી સરયૂ ઘાટ ઝગમગી ઉઠ્યું છે. પ્રથમવાર 5 લાખથી વધુ દીવા પ્રગટાવાતા ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. […]

VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

Follow us on

રામ નગરી અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી શરૂ છે. અયોધ્યામાં અદભૂત, અલૌકિક, અવિશ્વસનિય દિવાળીની ઉજવણી ચાલી રહી છે. સમગ્ર અયોધ્યા લાાખો દીવડાઓથી ઝગમગી ઉઠ્યું છે. સમગ્ર અયોધ્યા નગરી ભગવાન રામના રંગે રંગાઈ ગઈ છે. 5.5 લાખથી વધુ દીવડાઓથી સરયૂ ઘાટ ઝગમગી ઉઠ્યું છે. પ્રથમવાર 5 લાખથી વધુ દીવા પ્રગટાવાતા ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ દિવાળીનો તહેવારમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં રોનક ફરી એક વખત ખીલી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અદભૂત નજારો નિહાળવા માટે દેશ વિદેશમાંથી લોકો ઉમટી પડ્યા છે. તો મહેમાનો પણ ખાસ દિવાળી નિહાળવા અયોધ્યા પહોંચ્યા છે. દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, દીપોત્સવમાં દીપની જ્વાળામાં ભગવાન રામના દર્શન પણ કરાવવામાં આવ્યા. અવધ વિશ્વવિદ્યાલયના દ્રશ્ય કલા વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વખતે દીવડાઓને સીધા નહીં પરંતુ ગ્રાફિક્સ દ્વારા ઘાટ પર સજાવવામાં આવ્યા છે. આ ગ્રાફિક્સને જોતા જ રામ, સીતા અને હનુમાન સહિત અયોધ્યાના દર્શનીય સ્થળોની આકૃતિ ઉભી કરાઈ છે.

આ પહેલા પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરમાં બેસીને રામ,સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાગવાન રામ-સીતાની આરતી ઉતારી હતી. આ ઉજવણીમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ જોડાયા હતા. તેમણે સીતા-રામ અને લક્ષ્મણની આરતી ઉતારી હતી.

દીપોત્સવમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના કલાકાર રામલીલા ભજવી. દરમિયાન યોગી આદિત્યનાથે લોકોની સંબોધી દિવાળીની શુભેચ્છા પાઠવી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. યોગીએ કહ્યું કે, પહેલાની સરકારો અયોધ્યામાં આવતા ડરતી હતી. અયોધ્યાના નામથી જ ડરતી હતી. પરંતુ હવે અયોધ્યામાં ભેદભાવ થતો નથી. આજે આયોધ્યાનું વિશ્વકક્ષાએ ગુંજી રહ્યું છે.

Next Article