Cyclone Yaas: થોડા જ કલાકોમાં તબાહી મચાવશે ‘યાસ’, ઓડિશાના ધમરાથી 60 કિ.મી. દૂર છે ચક્રાવાતી તોફાન

|

May 26, 2021 | 7:55 AM

આજે સવારે સાડા પાંચ વાગ્યે બહાર પાડવામાં આવેલા IMD અપડેટ મુજબ, ચક્રવાત ધમરાથી 60 કિ.મી. દૂર છે.

Cyclone Yaas: થોડા જ કલાકોમાં તબાહી મચાવશે યાસ, ઓડિશાના ધમરાથી 60 કિ.મી. દૂર છે ચક્રાવાતી તોફાન
File Photo

Follow us on

આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી તોફાન ‘યાસ’ તબાહી મચાવી શકે છે. થોડા કલાકોમાં, તોફાન ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ટકરાશે. Yaas ને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓ એલર્ટ પર છે.

Yaas મંગળવારે એક તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. બંને રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાંથી આશરે 12 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. બિહાર અને ઝારખંડને પણ Yaas અસર કરી શકે છે. ઓડિશાના ધરનામાં જોરદાર વરસાદ અને પવન ચાલુ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેખાય રહી છે અસર
Yaas ની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે દક્ષિણ 24 પરગનાના બાંકુરા, ઝારગ્રામમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડા યાસના લેંડફોલ થતાની સાથે જ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘામાં સમુદ્રમાં ભારે તોફાન સર્જાશે.

ધમરાથી 60 કિ.મી. દૂર

ઓડિશાના ધમરામાં જોરદાર વરસાદ અને પવન ચાલુ છે. સવારે 05:30 વાગ્યે બહાર પાડવામાં આવેલા IMD અપડેટ મુજબ, ચક્રવાત ધમરાથી 60 કિમી દૂર છે, જ્યારે તે પારાદીપથી 90 કિ.મી. ઉત્તર પૂર્વમાં છે. તોફાન પશ્ચિમ બંગાળના દીઘાથી 100 કિલોમીટર અને ઓડિશાના બાલાસોરથી દક્ષિણ પૂર્વમાં 105 કિલોમીટર દૂર છે.

Next Article