Cyclone Yaas : વાવાઝોડુ યાસ તીવ્ર બનીને ઓરિસ્સામાં ત્રાટકશે, આઠ રાજ્યોમાં વર્તાશે અસર

|

May 24, 2021 | 12:40 PM

Cyclone Yaas : બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવાઝોડુ યાસ, દક્ષિણ પૂર્વ ભારતના આઠ રાજ્યોમાં વત્તા ઓછા અંશે અસર સર્જશે. યાસને કારણે ખાસ કરીને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં અસર વર્તાશે. જ્યારે બાકીના રાજ્યોમાં તોફાની પવન ફુકાવાની સાથે વરસાદનું પ્રમાણ રહેશે.

Cyclone Yaas : વાવાઝોડુ યાસ તીવ્ર બનીને ઓરિસ્સામાં ત્રાટકશે, આઠ રાજ્યોમાં વર્તાશે અસર
ઓરિસ્સા- પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે વાવાઝોડુ યાસ

Follow us on

બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવાઝોડુ યાસ, સિવીયર સાયકલોનિક સ્વરૂપે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની વચ્ચે આવતીકાલ મંગળવારની મોડી રાત્રીએ અને બુધવારની વહેલી સવારે ત્રાટકે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં રહીને વાવાઝોડુ યાસ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. જે સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ રૂપે કિનારે ત્રાટકશે.

આવતીકાલ 25 મે અને 26મી મેના રોજ વાવાઝોડુ યાસ, મુખ્યત્વે ઓરિસ્સાના દરિયાકાંઠે પારાદીપની આજુબાજુ જ ત્રાટકશે. પરંતુ આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળશે. યાસ વાવાઝોડુ જ્યારે દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાકે 180 કિલોમીટરની રહેવાની ધારણા છે. જો કે પવનની ઝડપમાં હજુ પણ વધારો થઈ શકે છે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે.

તારીખ પવનની ગતી ( કિ.મી.માં) વાવાઝોડાનો પ્રકાર
24-05-21 સાંજે 90-100 સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
24-05-21 રાત્રે 110-120 સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
25-05-21 સવારે 130-140 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
25-05-21 સાંજે 145-155 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
26-05-21 સવારે 155-165 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
26-05-21 સાંજે 120-130 વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમ
27-06-21 સવારે 55-65 ડીપ ડિપ્રેશન
27-05-21 સાંજે 35-45 ડિપ્રેશન

વાવાઝોડા યાસની અસર માત્ર ઓરિસ્સા કે પશ્ચિમ બંગાળ પૂરતી જ નહી રહેતા, દેશના આઠ રાજ્યોમાં વત્તા ઓછા અંશે અસર વર્તાવશે. જો કે ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળ સિવાયના રાજ્યોમાં મુખ્યત્વે વરસાદ વરસશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કયા રાજ્યમાં કેવી થશે અસર ?

આંધ્રપ્રદેશ :-
આંઘ્રપ્રદેશના દરિયાકાઠાના વિસ્તારોમાં આજ 24મી મેથી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત થશે. 25 અને 26મી મેના રોજ વરસાદની માત્રા વધશે.

ઓરિસ્સાઃ-
દક્ષિણ ઓરિસ્સામાં આજ 24મી મેથી વરસાદની સંભાવના છે. ઓરિસ્સાના ઉતરીય દરિયાકાંઠા વિસ્તારમાં આવતીકાલ 25મી મેથી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ખાસ કરીને બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, મયુરભંજ, જગતસિંગપુર, કટક, જજપુર સહીતના વિસ્તારોમાં 25 અને 26મી મેના રોજ ભારે પવન સાથે વ્યાપક વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

પશ્ચિમ બંગાળ – સિક્કીમ :-

પશ્ચિમ બંગાળના મદીનીપુર, ઉતર અને દક્ષિણ 24 પરગણા, હાવરા, હુગલી જિલ્લામાં 25મીએ વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે 26મી મેના રોજ મદીનીપુર, ઉતર અને દક્ષિણ 24 પરગણા, હાવરા, હુગલી, કોલકત્તા, નદીયા, બર્ધમાન, બંકુરા, પુરુલીયા, બિરભૂમમાં વ્યાપક વરસાદ રહેશે. દાર્જીલીગ, દિનાજપૂર, કલિમપોંગ, જલપાઈગુડ્ડી, સિક્કીમમાં 27મી મે ના રોજ વરસાદ વરસશે.

ઝારખંડ :-
આગામી 26 અને 27મી મના રોજ ઝારખંડમાં વરસાદ વરસશે. કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ વરસશે.

બિહાર :-
બિહારમાં આગામી 27મી મેના રોજ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આસામ – મેધાલય :-
વાવાઝોડુ યાસ વિખરાઈને લો પ્રેશરમાં પરિવર્તીત થયા બાદ, આસામ અને મેધાલયના કેટલાક વિસ્તારોમાં 26 અને 27મી મેના રોજ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે.

કેટલા ઊંચા ઉછળશે મોજા ?

વાવાઝોડા યાસને પગલે બંગાળની ખાડીનો દરિયા ભારે તોફાની બનશે. દરિયામાં 3 થી 4 મિટર ઊંચા ( 9 થી 12 ફુટ ) મોજા ઉછળવાની સંભાવના છે. ઉતર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બાગ્લાદેશમાં આવેલ દરિયો આવતીકાલ 25 અને 26મી મેથી ગાંડોતૂર બને તેવી સંભાવના છે.

માછીમારોને ચેતવણીઃ-
વાવાઝોડા યાસને કારણે બંગાળની ખાડીનો દરિયા ભારે તોફાની બનશે. જેને ધ્યાને લઈને હવામાન વિભાગે, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના માછીમારોને આજથી બીજી સુચના ના મળે ત્યા સુધી દરિયા નહી ખેડવા ચેતવણી આપી છે, તો બંદર ઉપર ભયજનક સિગ્નલ લગાવવાની પણ તાકીદ કરવામાં આવી છે.

Published On - 12:36 pm, Mon, 24 May 21

Next Article