Cyclone Yaas દરિયાકાંઠે અથડાયુ, ઓરિસ્સાના ગામોમાં ધૂસ્યા દરિયાના પાણી, પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખ ઘરને નુકશાન

|

May 26, 2021 | 5:46 PM

પશ્ચિમ બંગાળ( West Bengal ) અને ઓરિસ્સામાં Cyclone Yaas નો ભય વધ્યો છે. Cyclone Yaas ઓરિસ્સા(Odisha) ના  ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટક્યું  હતું. સાયક્લોન યાસના લીધે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે.

Cyclone Yaas દરિયાકાંઠે અથડાયુ, ઓરિસ્સાના ગામોમાં ધૂસ્યા દરિયાના પાણી, પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખ ઘરને નુકશાન
ચક્રવાત યાસના તાંડવના દ્રશ્યો

Follow us on

પશ્ચિમ બંગાળ( West Bengal ) અને ઓરિસ્સામાં Cyclone Yaas નો ભય વધ્યો છે. Cyclone Yaas ઓરિસ્સા(Odisha) ના  ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટક્યું  હતું. સાયક્લોન યાસના લીધે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. ઓરિસ્સા ના વિશેષ રાહત કમિશનર પી.કે. જેનાએ જણાવ્યું હતું કે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આ લેન્ડફોલ બાલાસોર અને ધમરા વચ્ચે થયું હતું.

Cyclone Yaas  એ લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ કરી

હવામાન કેન્દ્ર ભુવનેશ્વરના સાયનટીસ ઉમાશંકર દાસે કહ્યું છે કે ચક્રવાત યાસે લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આવતીકાલે વરસાદ ચાલુ રહેશે. માછીમારોને કાલે સવાર સુધી સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કેમ કે ત્યાંની પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Cyclone Yaas હાલના સમયમાં ઓરિસ્સા થી આગળ વધી રહ્યું છે. પરંતુ તેણે રાજ્યમાં ઘણું નુકસાન કર્યું છે. ત્યાંના ગામોમાં દરિયાનું પાણી ઘૂસી ગયું હતું. ઘણી ઝૂંપડાઓ તેની સાથે પાણીમાં વહી ગયા છે.ઓરિસ્સામાં ચક્રવાત યાસને કારણે ભદ્રક જિલ્લાના ધમરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ધમરા જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે.

હવે એનડીઆરએફ ત્યાં રાહત કાર્ય કરી રહી છે. આમાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.ઓરિસ્સા માં યાસ ચક્રવાત બાદ નૌકાઓ અને દુકાનોને નુકસાન થયું છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની સરહદોની નજીક ઉદેપુરમાં પોલીસ બેરિકેડ્સ પણ ભારે પવનમાં ફૂંકાયા હતા.

ઓરિસ્સાના પારાદીપમાં ચક્રવાતને કારણે માછીમારી નૌકાઓને નુકસાન

ઓરિસ્સામાં ભદ્રક જિલ્લાના જામુઝાદી રોડને પણ યાસ ચક્રવાતને કારણે નુકસાન થયું છે. હાલમાં તેને ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે.ઓરિસ્સાના પારાદીપમાં ચક્રવાતને કારણે માછીમારી નૌકાઓને નુકસાન થયું છે. બીજી તરફ, જગત્સિંગપુર ઓડીઆરએફ (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ) ની ટીમ પરદીપ નગર વિસ્તારમાં રસ્તાઓની સફાઇ કરી રહી છે

બંગાળમાં Cyclone Yaasથી ત્રણ લાખ ઘરોને નુકસાન

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ચક્રવાત “યાસ” ને કારણે હવામાનની ખરાબ સ્થિતિને કારણે બંગાળમાં ત્રણ લાખ ઘરોને નુકસાન પહોંચ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે યાસને કારણે બે લાખથી વધુ લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.

બંગાળના મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક, Cyclone Yaas પર ચર્ચા

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ Cyclone Yaasને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા વ્યવસ્થાપન સમિતિ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જાણવા મળ્યું છે કે મમતા બેનર્જી 28 મેના રોજ પૂર્વ મિદનાપુરની મુલાકાત લેશે.

Published On - 5:27 pm, Wed, 26 May 21

Next Article