Cyclone Tauktae: યાત્રી કૃપયા ધ્યાન દે! વાવાઝોડાની આગાહીને લઈને આ રૂટની ટ્રેનો રદ કરવામાં આવી

|

May 15, 2021 | 11:29 PM

Cyclone Tauktae: તાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે, ત્યારે રેલ્વે તંત્ર તરફથી પણ મહત્વના સમાચાર આવ્યા છે. ચક્રવાતને લઈને મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરી માટે કેટલીક ટ્રેનોને રદ (Train Cance) કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનોનો પ્રવાસ ટૂંકો કરી દેવામાં આવ્યો છે.

Cyclone Tauktae: યાત્રી કૃપયા ધ્યાન દે! વાવાઝોડાની આગાહીને લઈને આ રૂટની ટ્રેનો રદ કરવામાં આવી

Follow us on

Cyclone Tauktae: તાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે, ત્યારે રેલ્વે તંત્ર તરફથી પણ મહત્વના સમાચાર આવ્યા છે. ચક્રવાતને લઈને મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરી માટે કેટલીક ટ્રેનોને રદ (Train Cance) કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનોનો પ્રવાસ ટૂંકો કરી દેવામાં આવ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પશ્ચિમ રેલવે (WesternRailway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરની યાદી મુજબ 17 અને 18 મેના રોજ દરિયાકાંઠાના ગુજરાત વિસ્તારમાં ચક્રવાતની ચેતવણી (Cyclone Tauktae)ને કારણે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવશે અથવા તો ટૂંકમાં જ યાત્રા સંપન્ન કરવામાં આવશે. જેની તમામ વિગતો અહીં નીચે દર્શાવવામાં આવી છે.

 

 

 

ગુજરાત પર આવી રહેલા સંભવિત Cyclone Tauktaeની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેની બાદ સીએમ રૂપાણીએ આ અંગે ફેસબુકમાં લાઈવમાં બેઠકમાં કરાયેલી સમીક્ષા અંગે વિગતો આપી  હતી.

 

 

મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષિત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપી હતી.

 

 

વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયુ

ગીરસોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે. બંદરની મોટાભાગની બોટ પરત ફરી છે. 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. જેના પગલે હજુ બોટોનો બંદર તરફ આવવાનો સિલસિલો શરૂ છે.

 

આ પણ વાંચો : Cyclone Tauktae : સીએમ રૂપાણીએ કહ્યું સમગ્ર તંત્ર સાબદું, ઝીરો કેઝ્યુઆલીટી એપ્રોચને પ્રાથમિકતા

Next Article