Cyclone Tauktae : ગૃહ વિભાગની એડવાઇઝરી, ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે વાવાઝોડાની અસર

રાજ્યમાં લોકોની સલામતી માટે ગુહ વિભાગે એક એડવાઇઝરી બહાર પાડીને ચક્રવાતી તોફાનથી અસરગ્રસ્ત રાજ્યોની સરકારને લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તાકીદ કરી છે. તેમજ રાજ્ય સરકારોને ચક્રવાતી તોફાન અંગે માહિતગાર પણ કર્યા છે.

Cyclone Tauktae : ગૃહ વિભાગની એડવાઇઝરી, ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે વાવાઝોડાની અસર
ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે વાવાઝોડાની અસર
Follow Us:
| Updated on: May 15, 2021 | 6:34 PM

કેન્દ્ર સરકારે આગામી 6 કલાકમાં ચક્રવાતી તોફાન ની સંભાવના વધુ જોખમી બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન વિભાગે શનિવારે કહ્યું હતું કે અરબી સમુદ્ર ઉપરનો પ્રેશર ઝોન હવે  Cyclone Tauktae ‘ માં ફેરવાઈ ગયું  છે અને 18 મેની આસપાસ પોરબંદર અને નલિયા વચ્ચે  ગુજરાત દરિયાકિનારા  પર આવે તેવી સંભાવના છે.

આ ઉપરાંત રાજ્યમાં લોકોની સલામતી માટે ગુહ વિભાગે એક એડવાઇઝરી બહાર પાડીને ચક્રવાતી તોફાનથી અસરગ્રસ્ત રાજ્યોની સરકારને લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તાકીદ કરી છે. તેમજ રાજ્ય સરકારોને  ચક્રવાતી તોફાન અંગે માહિતગાર પણ કર્યા છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે 16 મેના બપોર બાદ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ તથા જૂનાગઠ અને ગીરમાં 17 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 18 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ ના અનેક વિસ્તારો પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

Cyclone Tauktae 16 થી 18 મેની વચ્ચે ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનના રૂપમાં હશે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કર્ણાટક માટે તોફાનની ચેતવણી જારી કરી છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાત તોફાન કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં નુકશાન પહોંચાડી શકે છે.

આઈએમડી દ્વારા બપોરે જારી કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, “આગામી છ કલાક દરમિયાન તે ‘ગંભીર ચક્રવાતી તોફાન’માં ફેરવાય તેવી સંભાવના છે અને ત્યારબાદ આગામી 12 કલાકમાં તે અત્યંત તીવ્ર ચક્રવાત તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. 18 મે બપોરની આસપાસ ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને પોરબંદર અને નલીયા વચ્ચે ગુજરાત કાંઠેથી પસાર થવાની સંભાવના છે.

કેન્દ્ર અને દરિયાકાંઠાના રાજ્યોની સરકારોએ  ચક્રવાતના પડકાર માટેની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચક્રવાત ‘તકતે’ સાથે સંકળાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ ચક્રવાતને પગલે રાહત અને બચાવ કામગીરીના હેતુ માટે તેની ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">