Cyclone Tauktae Updates: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું વાવાઝોડુ, આસપાસના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ  

|

May 17, 2021 | 10:26 PM

Cyclone Tauktae Live Updates:  Cyclone Tauktae એ આખરે ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે. તેમજ તેના લીધે દરિયાકાંઠા વિસ્તારની આસપાસ તેજ હવા અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે. તેમજ અત્યારે લેન્ડ ફોલની પક્રિયા શરૂ થઈ છે.

Cyclone Tauktae Updates: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું વાવાઝોડુ, આસપાસના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ  
ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું વાવાઝોડું

Follow us on

Cyclone Tauktae Live Updates:  Cyclone Tauktae એ આખરે ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે. તેમજ તેના લીધે દરિયાકાંઠા વિસ્તારની આસપાસ તેજ હવા અને મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

Cyclone Tauktae ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. જ્યારે વાવાઝોડું આગામી બે કલાકમાં લેન્ડફોલ થશે. આ વાવાઝોડા ના બાહ્ય વાદળો સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે જેને લઈને ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત 155થી 175 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાશે પવન અને વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં Cyclone Tauktae ને કારણે મોટી સંખ્યામાં લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 18 જિલ્લામાંથી 2 લાખ નાગરિકોને તોફાનને કારણે સલામત સ્થળે મોકલી દેવાયા છે. અમદાવાદ જિલ્લામાંથી 1839 લોકો, 19368 માં અમરેલી, ભાવનગર 28334, દ્વારકા 12 હજાર, ગીર 32 હજાર, જૂનાગઢમાંથી 24 હજાર, પોરબંદરમાંથી 25 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તાઉતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે. અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર- આઈ પસાર થતી હોય તે જગ્યા પર તીવ્રતા ઓછી હોય છે. પરંતુ આજુબાજુના મોટા વિસ્તારમાં ભારે પવન ચાલુ રહે છે. આથી વાવાઝોડુ જતું રહ્યું તેવી ગેરસમજ ન થાય અને નિષ્કાળજી કે બેદરકારી કોઈ ન રાખે તેવી ખાસ અપીલ કરી હતી.

તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.

Published On - 10:11 pm, Mon, 17 May 21

Next Article