Cyclone Tauktae : કર્ણાટકમાં તાઉ તેના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત, 121 ગામ પ્રભાવિત

|

May 17, 2021 | 7:51 PM

કર્ણાટકમાં ચક્રવાત તા'ઉતેના કારણે પ્રભાવિત તટીય અને મલનાડ જિલ્લામાં અત્યાર સુધી છ લોકોના મોત થઇ ચૂક્યા છે.

Cyclone Tauktae : કર્ણાટકમાં તાઉ તેના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત, 121 ગામ પ્રભાવિત
File Photo

Follow us on

Cyclone Tauktae : કર્ણાટકમાં ચક્રવાત તા’ઉતેના કારણે પ્રભાવિત તટીય અને મલનાડ જિલ્લામાં અત્યાર સુધી છ લોકોના મોત થઇ ચૂક્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. કર્ણાટક રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણના અધિકારીઓ તરફથી સ્થિતિને લઇ રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે આજ સવાર સુધી 121 ગામ અને તાલુકા ચક્રવાતથી પ્રભાવિત છે.

ચક્રવાત તા’ઉતેના કારણે 547 લોકોને તેમના સંબધિત સ્થાનથી કાઢવામાં આવ્યા છે અને ચક્વાતથી લોકોને બચાવવા માટે અહીંયા ખોલવામાં આવેલ 13 રાહત શિબિરમાં 290 લોકોએ શરણ લીધી છે. અત્યાર સુધી 333 ઘર અને 664 થાંભલા અને 147 ટ્રાંસફોર્મર, 57 કિલોમીટર રોડ 104 હોડીને નુકસાન પહોંચ્યુ છે.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

હવામાન વિભાગે દક્ષિણ કન્નડ, ઉત્તર કન્નડ, બેલગાવી, હાવરી, ધારવાડ, ચામરાજનગર, મૈસુર, કોડાગુ, ચિકમંગલુર અને શિવમોગા જિલ્લામાં ગર્જના સાથે વરસાદ, મધ્યમ વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીટ સાથે પવન ફુંકાવાની આશંકા જાહેર કરી છે.

આપને જણાવી દઇએ ફાયર, પોલીસ, તટીય પોલીસ, હોમ ગાર્ડ, SDRFના એક હજાર પ્રશિક્ષિત કર્મી ત્રણ તટીય અને પાડોસી જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે અધિકારીઓએ કહ્યુ કે નૌકાદળ અને ભારતીય તટરક્ષકનુ સંયુક્ત અભિયાન ચલાવીને મુલ્કી તટ ચટ્ટાનો વચ્ચે ફસાયેલ એક હોડીના ચાલક દળના તમામ સભ્યોને સોમવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

Published On - 7:36 pm, Mon, 17 May 21

Next Article