Cyclone Gulab Latest Updates: વાવાઝોડું ‘ગુલાબ’ ઉત્તર આંધ્રપ્રદેશમાં નબળું પડીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાયુ, વાંચો ક્યાં ક્યાં નુકસાન થયું
ગુલાબ વાવાઝોડાને કારણે, આંધ્રપ્રદેશના ત્રણ તટીય જિલ્લાઓ વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
Cyclone Gulab Latest Updates: બંગાળની ખાડીમાં લો પ્રેશર બિલ્ડિંગને કારણે ચક્રવાતી તોફાન ગુલાબ(Cyclonic Storm Gulab)ને લઈને આંધ્રપ્રદેશ (Andra Pradesh) અને ઓડિશા(Odisha)માં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ઉત્તર આંધ્ર પ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશા પર આજે બપોરે 2:30 વાગ્યે ચક્રવાતી તોફાન ઉત્તર આંધ્ર પ્રદેશમાં ડિપ ડિપ્રેશનમાં નબળું પડ્યું હતું. તે આગામી સમય દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું અને ડિપ્રેશનમાં નબળું પડવાની સંભાવના છે.
સાયક્લોન ‘ગુલાબ’ અંગે વિશાખાપટ્ટનમમાં ડોપ્લર વેધર રડાર દ્વારા ચક્રવાત ગુલાબ પર નજર રાખવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશના ઉત્તર તટીય જિલ્લા શ્રીકાકુલમથી બંગાળની ખાડીમાં ગયેલા છ માછીમારો રવિવારે સાંજે ગુમ થયા હોવાની માહિતી મળી છે. ગુલાબ વાવાઝોડાને કારણે, આંધ્રપ્રદેશના ત્રણ તટીય જિલ્લાઓ વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
LATEST UPDATES:
- આગામી 6 કલાક દરમિયાન ચક્રવાત પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું અને ડિપ્રેશનમાં નબળું પડવાની સંભાવના છે.
- રાંચી હવામાન કેન્દ્રએ ઝારખંડના દક્ષિણ અને મધ્ય જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. તેની અસરને કારણે 29 અને 30 સપ્ટેમ્બરે ઝારખંડમાં મુશળધાર વરસાદની સંભાવના છે.
- IMD એ કહ્યું કે ખરાબ હવામાનને કારણે દરિયામાં સ્થિતિ ખરાબ છે. તેમણે ચેતવણી આપી હતી કે માછીમારોએ આગામી સૂચના સુધી માછીમારી માટે દરિયામાં ન જવું જોઈએ.
ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર એચઆર બિસ્વાસે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ગુલાબ કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશમાં) થી 20 કિમી ઉત્તરે પાર કરી ગયું છે. તે મધ્યરાત્રિની આસપાસ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં પ્રવેશ કરશે અને આગામી છ કલાકમાં ડિપ ડિપ્રેશનમાં નબળું પડી જશે. લેન્ડફોલની પ્રક્રિયા અગાઉના દિવસે સાંજે 6 વાગ્યે શરૂ થઈ હતી અને ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં આગામી 2-3 કલાક સુધી ચાલુ રહી હતી.
પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ચક્રવાત ગુલાબની સ્થિતિ અંગે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી હતી. તેમણે કુદરતી આફતોનો સામનો કરવામાં તમામ શક્ય મદદની ખાતરી આપી અને દરેકની સલામતીની કામના કરી.