Cyclone Gulab: લેંડફોલની પ્રક્રિયા પૂરી, ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ચક્રવાતી તુફાન ગુલાબ, આંધ્રપ્રદેશના 6 માછીમારો ગુમ

|

Sep 27, 2021 | 7:25 AM

હવામાન કેન્દ્ર વિશાખાપટ્ટનમે માહિતી આપી હતી કે ચક્રવાતી તોફાન ગુલાબના લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે

Cyclone Gulab: લેંડફોલની પ્રક્રિયા પૂરી, ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ચક્રવાતી તુફાન ગુલાબ, આંધ્રપ્રદેશના 6 માછીમારો ગુમ
Cyclone (Symbolic Image)

Follow us on

Cyclone Gulab: ચક્રવાતી તોફાન ગુલાબ ઉત્તર આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ ઓડિશા પર આજે વહેલી સવારે 2:30 વાગ્યે ઉત્તર આંધ્રપ્રદેશમાં ડીપ ડિપ્રેશનમાં ઉતર્યું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તે આગામી કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને અને આ દરમ્યાન આગામી 6 કલાકમાં નબળું પડીને ડિપ્રેશનમા બદલવાની સંભાવના છે.

અગાઉ, હવામાન કેન્દ્ર વિશાખાપટ્ટનમે માહિતી આપી હતી કે ચક્રવાતી તોફાન ગુલાબના લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે, IMD ભુવનેશ્વરના નિર્દેશક HR બિસ્વાસે કહ્યું કે ચક્રવાતી તોફાન ગુલાબ આજે રાત્રે 8:30 વાગ્યે ઉત્તર આંધ્ર પ્રદેશ પર કેન્દ્રિત હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પીએમ મોદી (PM Narendra Modi) એ ઓડિશા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (CM Navin Patnayak) અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી (CM Y S Jagan Mohan Reddy) સાથે વાત કરી અને ચક્રવાતી તોફાન ગુલાબને કારણે સર્જાયેલી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ઓડિશામાં તોફાનની સ્થિતિ અંગે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ચર્ચા કરવામાં આવી હતી. આગામી મુશ્કેલીમાં કેન્દ્ર સંપૂર્ણ મદદની ખાતરી આપે છે. આ સાથે તેમણે દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

દરિયો ખેડવા ગયેલા આંધ્રપ્રદેશના 6 માછીમારો ગુમ
અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું કે તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને ચક્રવાતી તોફાન ગુલાબથી ઉદ્ભવેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. આંધ્રપ્રદેશના ઉત્તરી તટીય જિલ્લા શ્રીકાકુલમથી બંગાળની ખાડીમાં ગયેલા છ (6) માછીમારો રવિવારે સાંજે ગુમ થયા હોવાની માહિતી મળી છે. ગુલાબ વાવાઝોડાને કારણે, આંધ્રપ્રદેશના ત્રણ તટીય જિલ્લાઓ વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો: Bharat Bandh: ખેડૂતોના ભારત બંધને ઘણા બિન NDA દળોનું સમર્થન, સોમવારે 10 કલાક માટે ઠપ્પ રહેશે પૂરો દેશ

Next Article