Cyclone Gulab: આજે ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં ત્રાટકશે વાવાઝોડુ ગુલાબ ! 95 KM ની ઝડપે ફુકાશે પવન

|

Sep 26, 2021 | 9:54 AM

વાવાઝોડુ ગુલાબ (Cyclone Gulab) આજે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના તટીય પ્રદેશમાં ત્રાટકશે. ભારતીય હવામાન વિભાગે (IMD) કરેલી આગાહી અનુસાર, આ વાવાઝોડુ રવિવારે મોડી સાંજે સુધીમાં આંધ્રપ્રદેશના ગોપાલપુર અને કલિંગપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી ઉપર સર્જાયેલુ લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને શનિવારે વાવાઝોડ4ા ‘ગુલાબ’ માં પરિવર્તીત થયુ […]

Cyclone Gulab: આજે ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં ત્રાટકશે વાવાઝોડુ ગુલાબ ! 95 KM ની ઝડપે ફુકાશે પવન
Cyclone Gulab

Follow us on

વાવાઝોડુ ગુલાબ (Cyclone Gulab) આજે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના તટીય પ્રદેશમાં ત્રાટકશે. ભારતીય હવામાન વિભાગે (IMD) કરેલી આગાહી અનુસાર, આ વાવાઝોડુ રવિવારે મોડી સાંજે સુધીમાં આંધ્રપ્રદેશના ગોપાલપુર અને કલિંગપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી ઉપર સર્જાયેલુ લો પ્રેશર ડિપ્રેશન અને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈને શનિવારે વાવાઝોડ4ા ‘ગુલાબ’ માં પરિવર્તીત થયુ છે. જેના કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને તેની નજીકના દક્ષિણ ઓરિસ્સાના દરિયા કિનારો ધરાવતા વિસ્તારો માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સાથે જ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ (Chief Minister YS Jagan Mohan Reddy) પણ વાવાઝોડાની ચેતવણી અને હવામાન વિભાગના અહેવાલને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી ( CMO) એવુ કહેવાયુ છે કે, અમે વાવાઝોડા સામેની તૈયારી કરી રહ્યા છીએ. કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. શ્રીકાકુલમ અને વિશાખાપટ્ટનમ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે.

ભારે વરસાદની શક્યતા
CMO એ કહ્યું કે તેમણે અધિકારીઓ સાથે વાત કરી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર રાહત શિબિરો શરૂ કરવા પગલાં લઈ રહ્યા છે. મુખ્યપ્રધાને અધિકારીઓને સજાગ રહેવા અને જરૂરી પગલા લેવા નિર્દેશ આપ્યો છે કારણ કે વાવાઝોડુ ગુલાબ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કર્યા બાદ ભારે વરસાદની સંભાવના છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે પશ્ચિમ બંગાળે હમણાં રાહતનો શ્વાસ લીધો છે, હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળમાં ઓછી થવાની ધારણા છે, પરંતુ મ્યાનમાર કિનારે આવેલા લો-પ્રેશર ચક્રવાતને કારણે આગામી સપ્તાહે પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડુ આવે તેની સંભાવના છે. આ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

વાવાઝોડુ ગુલાબ કેટલુ દૂર છે ?
આઇએમડી અનુસાર, પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ નામ, ચક્રવાત ‘ગુલાબ’ હાલમાં ઓરિસ્સાના ગોપાલપુરથી આશરે 370 કિમી દક્ષિણપૂર્વ અને આંધ્ર પ્રદેશમાં કલિંગપટ્ટનમથી 440 કિમી પૂર્વમાં કેન્દ્રિત હતું. તે છેલ્લા છ કલાકમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે, પશ્ચિમમાં આંઘ્રપ્રદેશ-ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યું છે. આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, સિસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.

75થી 95 કિમીની ઝડપે ફુકાશે પવન
મોહાપાત્રાએ એમ પણ કહ્યું કે વાવાઝોડાના કારણે પવનની ગતિ પણ ઝડપી રહેશે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ સમય દરમિયાન પવનની ઝડપ 75 કિમી પ્રતિ કલાકથી 95 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. તેમણે કહ્યું કે ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે ઘણા નીચાણવાળા જિલ્લાઓમાં પાણી ભરાવાની સંભાવના છે. ઓરિસ્સાના દક્ષિણ પ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં અચાનક પૂર આવવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે ગંજમ અને પુરીમાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

સાત જિલ્લાઓમાં રાહત ટીમો તહેનાત
વિશેષ રાહત કમિશનર (એનઆરસી) પીકે જેનાએ જણાવ્યું હતું કે વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ઓડીઆરએએફ) ની 42 ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની 24 ટીમો અને લગભગ 102 ફાયર ફાઇટર્સ રાજ્યમાં તહેનાત છે. આ તમામે તમામને સંભવિત અસર પામનારા સાત જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ જિલ્લાઓના નામ ગજપતિ, ગંજામ, રાયગઢ, કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર અને કંધમાલ છે.

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: સંજૂ સેમસન ઓરેન્જ કેપની રેસમાં ઇન, ગાયકવાડ આઉટ, ધવન ‘શિખર’ પર બરકરાર

આ પણ વાંચોઃ Punjab Cabinet Expansion: આજે પંજાબ સરકારના નવા મંત્રી મંડળમાં શામેલ થશે 7 નવા ચહેરા, આ મંત્રીઓની બાદબાકી છે નક્કી

 

Published On - 9:35 am, Sun, 26 September 21

Next Article