Curfew in Jodhpur: જોધપુર શહેરમાં કર્ફ્યુ વધુ 2 દિવસ લંબાયો, 6 મે સુધી પ્રતિબંધો ચાલુ રહેશે

|

May 04, 2022 | 11:18 PM

Curfew in Jodhpur: આદેશ અનુસાર થાણા ઉદયમંદિરનો સમગ્ર વિસ્તાર, રાય કા બાગ રોડવેઝ બસ સ્ટેન્ડ અને રાય કા બાગ રેલવે સ્ટેશનના આંશિક વિસ્તાર સિવાય, બાકીનો ઉદયમંદિર પોલીસ સ્ટેશન વિસ્તાર, સદરકોટવલી, સદરબજાર, નાગોરી ગેટ, ખાંડફલસા અને જિલ્લા પશ્ચિમના થાણા પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેનાવગર, સુરસાગર, સરદારપુરાના સમગ્ર વિસ્તારમાં 6 મેની મધરાત 12 સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે.

Curfew in Jodhpur: જોધપુર શહેરમાં કર્ફ્યુ વધુ 2 દિવસ લંબાયો, 6 મે સુધી પ્રતિબંધો ચાલુ રહેશે
Curfew extended by 2 days till May 6 in Jodhpur after clash

Follow us on

જોધપુર શહેરમાં કર્ફ્યુ (Curfew in Jodhpur) વધુ 2 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. હવે કર્ફ્યુ 6 મેની મધરાત 12 સુધી અમલમાં રહેશે. જોધપુરના (Jodhpur) વિસ્તારોમાં લાદવામાં આવેલ કર્ફ્યુને 6 મેની મધરાત સુધી લંબાવવામાં આવ્યો છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર થાણા ઉદયમંદિરનો સમગ્ર વિસ્તાર, રાય કા બાગ રોડવેઝ બસ સ્ટેન્ડ અને રાય કા બાગ રેલવે સ્ટેશનના આંશિક વિસ્તાર સિવાય, બાકીનો ઉદયમંદિર પોલીસ સ્ટેશન વિસ્તાર, સદરકોટવલી, સદરબજાર, નાગોરી ગેટ, ખાંડફલસા અને જિલ્લા પશ્ચિમના થાણા પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેનાવગર, સુરસાગર, સરદારપુરાના સમગ્ર વિસ્તારમાં 6 મેની મધરાત 12 સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે.

 

અહીં જોધપુરમાં સાંપ્રદાયિક ઘટનાને લઈને બુધવારે જોધપુર આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે જોધપુર એ શહેર છે જેણે મુખ્યમંત્રી અશોક ગેહલોતને ખૂબ ઊંચાઈ આપી છે. આવા સંજોગોમાં તેઓએ રાજધર્મનું પાલન કરવું જોઈએ. પૂનિયાએ કહ્યું કે હનુમાન ચાલીસા વાંચવી ગુનો છે. ભગવો લહેરાવવોએ ગુનો છે, ઘરની બહાર વિરોધ કરવો એ પણ ગુનો છે, તો મુખ્યમંત્રી કઈ લોકશાહીની વાત કરે છે. હું માનું છું કે જોધપુરમાં જ સૌથી વધુ લોકશાહી જોખમમાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના જોધપુરમાં જલોરી ગેટ ચોક ખાતે ઈદની નમાઝ દરમિયાન થયેલી અથડામણ બાદ, તણાવને જોતા 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. આ સાથે જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot) આ મામલે બેઠક બોલાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો આ ઘટનામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જોધપુરના જલોરી ગેટ પર વિરોધ પ્રદર્શન કરશે.

ધાર્મિક ધ્વજ ફરકાવવા પર વિવાદનો ભય

અત્રે ઉલ્લેખનીય છે કે જોધપુર શહેરના જલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. એવું માનવામાં આવે છે કે આ વિવાદ ધાર્મિક ધ્વજને હટાવવાને લઈને થયો છે. આ પછી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે નાની વાત પર થયેલી દલીલ બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. સોમવારે રાત્રે જલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને ઈદના બેનરો ઈન્ટરસેક્શન સર્કલ પર લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ સિવાય રોષે ભરાયેલા લોકો ઈદની નમાજ માટે જલોરી ગેટ ચાર રસ્તા સુધી લાઉડસ્પીકર લગાવવા માટે એકઠા થયા હતા.

Published On - 11:11 pm, Wed, 4 May 22

Next Article