Crime : 28 પ્રાદેશિક ફિલ્મોમાં અને સેનામાં ફરજ બજાવી ચૂકેલો હત્યાનો આરોપી 30 વર્ષ પછી પકડાયો

|

Aug 02, 2022 | 9:24 AM

STF અનુસાર, ઓમપ્રકાશ ઉર્ફે પાસા 1992માં ભિવાની વિસ્તારમાં તેના મિત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન તે ટ્રક ડ્રાઈવર તરીકે પણ કામ કરી ચુક્યો હતો.

Crime : 28 પ્રાદેશિક ફિલ્મોમાં અને સેનામાં ફરજ બજાવી ચૂકેલો હત્યાનો આરોપી 30 વર્ષ પછી પકડાયો
Accused of murder, who had acted in 28 regional films and served in the army, was caught after 30 years

Follow us on

ઘણી ફિલ્મોમાં તમે ડાયલોગ(Dialogue ) સાંભળ્યો હશે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ. વાસ્તવમાં આ ડાયલોગ હાલ યુપીના ગાઝિયાબાદમાં(Gaziabad ) સાચો પડ્યો છે. જ્યાં પોલીસે (Police )છેલ્લા 30 વર્ષથી ભાગતા ફરતા આરોપીની ફિલ્મી કહાનીની જેમ જ ધરપકડ કરી લીધી છે. ગુરુગ્રામ STFએ 30 વર્ષ બાદ યુપીના ગાઝિયાબાદમાંથી હત્યાના આરોપીની ધરપકડ કરી છે. જેને વર્ષ 1992માં લૂંટ દરમિયાન ભિવાનીમાં પોતાના જ પાર્ટનરની હત્યા કરી નાખી હતી. પોલીસે તેના પર 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આરોપીએ 28 પ્રાદેશિક ફિલ્મોમાં કર્યું છે કામ અને સેનામાં પણ બજાવી છે ફરજ :

નવાઈની વાત તો એ છે કે આ આરોપીએ ઉત્તર પ્રદેશની 28 પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તેઓ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.  આ આરોપીની સામે સામે ચોરી અને લૂંટના 6થી વધુ કેસ નોંધાયેલા છે.

1992માં મિત્રની હત્યા કરી થઇ ગયો હતો ફરાર :

STF અનુસાર, ઓમપ્રકાશ ઉર્ફે પાસા 1992માં ભિવાની વિસ્તારમાં તેના મિત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન તે ટ્રક ડ્રાઈવર તરીકે પણ કામ કરી ચુક્યો હતો. આ પછી, તેણે પોતાનું નામ બદલ્યું અને એક પછી એક 28 ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. 1988માં તેમને અનુશાસનહીનતાના આરોપમાં સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રહ્યો છે ગુનાહિત ઇતિહાસ :

1986માં ઓમપ્રકાશ વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તે ફરાર હતો. 1990માં પાનીપતમાં એક બાઇકની ચોરી થઈ હતી. પાણીપતમાં જ મશીનની ચોરી પણ કરી હતી. તેણે ખારઘોડા વિસ્તારમાં સ્કૂટર ચોર્યું અને પછી 15 જાન્યુઆરી 1992ના રોજ ભિવાનીમાં લૂંટ દરમિયાન પોતાના જ ભાગીદારની હત્યા કરીને ભાગી ગયો. તેની સામે રાજસ્થાનમાં પણ બે ગુના નોંધાયેલા છે.

આમ છેલ્લા 30 વર્ષથી ભાગતા ફરતા આ આરોપીને પકડવો પોલીસ માટે ફિલ્મી કહાનીથી કમ નથી. જોકે હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Next Article