ઓમિક્રોન પર ગભરાટ વચ્ચે બુધવારે લોકસભામાં કોરોના પર થશે ચર્ચા, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આપશે જવાબ

|

Nov 30, 2021 | 8:41 PM

લોકસભાના શિયાળુ સત્રમાં નિયમ 193 હેઠળ બુધવારે કોવિડ 19 પર ચર્ચા થશે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પ્રશ્નોના જવાબ આપશે.

ઓમિક્રોન પર ગભરાટ વચ્ચે બુધવારે લોકસભામાં કોરોના પર થશે ચર્ચા, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આપશે જવાબ
Parliament (File Image)

Follow us on

દેશમાં કોરોનાના કેસમાં (Corona In India) હાલ ભલે ઘટાડો થયો, પરંતુ હવે કોરોનાના એક નવા વેરીઅન્ટે (New Variant of Corona) સરકારની ચિંતા વધારી દીધી છે. કોવિડ 19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ઘણા દેશોમાં નોંધાયા છે. જેના કારણે હવે ભારતમાં પણ ભયનું વાતાવરણ છે. આ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર (winter session) ચાલુ છે. આવી સ્થિતિમાં 1 ડિસેમ્બરે એટલે કે બુધવારે લોકસભામાં કોરોનાના આ નવા વેરીઅન્ટ પર ચર્ચા કરવામાં આવશે.

 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લોકસભાના શિયાળુ સત્રમાં નિયમ 193 હેઠળ બુધવારે કોવિડ 19 પર ચર્ચા થશે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પ્રશ્નોના જવાબ આપશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

લોકસભાના સ્પીકર ઓમ બિરલાની વિપક્ષી નેતાઓ સાથે બેઠક 

બીજી તરફ મંગળવારે વિપક્ષના હોબાળાને જોતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોના ફ્લોર લીડર્સને વાતચીત માટે બોલાવ્યા, જેથી મડાગાંઠનો અંત લાવી શકાય. મળતી માહિતી મુજબ આ બેઠક બાદ મડાગાંઠનો અંત આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે ગૃહની કાર્યવાહી વિક્ષેપ વિના ચાલશે. આ બેઠકમાં અધીર રંજન ચૌધરી, ટીઆર બાલુ, સૌગત રોય, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, પીવી મિધુન રેડ્ડી, નમા નાગેશ્વર રાવ, અનુભવ મોહંતી, પિનાકી મિશ્રા, જયદેવ ગલ્લા અને અન્ય નેતાઓ હાજર હતા.

 

તે જ સમયે લોકસભામાં એક લેખિત જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કુલ 1,678 પ્રવાસીઓ (Migrants) પીએમ વિકાસ પેકેજ 2015 (PM Development Package 2015) હેઠળ કામ કરવા માટે કાશ્મીર પરત ફર્યા છે. 150 અરજદારોની જમીન પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે 15 નવેમ્બર સુધી પૂર્વોત્તર ક્ષેત્રમાં 187 વિદ્રોહ સંબંધિત ઘટનાઓ બની છે. 15 નવેમ્બર સુધીમાં 20 નાગરિકો, 8 સુરક્ષા દળના કર્મચારીઓ અને 39 વિદ્રોહી માર્યા ગયા છે.

 

કેન્દ્રએ કોરોનાના નવા વેરીઅન્ટને લઈને રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે

બીજી તરફ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા ડર બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે. વિશ્વના ઘણા દેશોમાં વધતા કોરોનાના નવા વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વિદેશથી આવતા તમામ નાગરિકો પર કડક નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં આ વાત કહી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારોએ આગામી દિવસોમાં શક્ય તેટલી વધુ દેખરેખ મજબૂત કરવી જોઈએ.

 

આ પણ વાંચો :  Pune Omicron Scare: દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ, ઓમિક્રોન વેરિઅન્ટની શંકા

 

Next Article