Covid Vaccine : રસીકરણ મેળવવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ? આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી

|

Jun 24, 2021 | 9:09 AM

Vaccination : કોરોનાની રસી મેળવવા માટે કયા કયા પ્રકારના પુરાવાઓ હોવા જોઈએ ? તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેટલીક જરૂરી સ્પષ્ટતા કરી છે.

Covid Vaccine : રસીકરણ મેળવવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ? આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
કોરોનાની રસી લેવા માટે મોબાઇલ ફોન અથવા સરનામાંના પુરાવા હોવા જોઈએ ?

Follow us on

CORONA VACCINE : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, કોરોનાની રસી લેવા માટે કોવીન ( Co-WIN) એપ ઉપર અગાઉથી નોંધણી કરાવવી જરૂરી નથી. કોવીડ-19ની રસી લેવા માટે મોબાઈલ કે રહેઠાણના પૂરાવાઓ જરૂરી નથી.

આરોગ્ય મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, મીડિયામાં જે પ્રકારે અહેવાલ આવ્યા છે કે, અંગ્રેજી ના જાણતા કે કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટની સુવિધા ના ધરાવનારા લોકો રસીથી વંચિત રહે છે.

કો-વિન 12 ભાષાઓમાં ઉપલબ્ધ
મંત્રાલયે વધુમાં કહ્યું કે, વપરાશકર્તાઓની સરળ સમજણ માટે કો-વિન હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, બંગાળી, આસામી, ગુરુમુખી (પંજાબી) અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

નવ પ્રકારના પુરાવામાંથી કોઈ એક જોઈએ
આધાર, મતદાર ઓળખકાર્ડ, ફોટો સાથેનું રેશનકાર્ડ, અપંગતા આઈડી કાર્ડ સહિત કુલ નવ પ્રકારના ઓળખપત્રોમાંથી કોઈ પણ એક ઓળખપત્ર એક રસીકરણ માટે જરૂરી છે, જેની પાસે એક પણ ન હોઇ શકે તેવા લોકો માટે રસીકરણ કેમ્પ યોજવા માટે સરકાર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં નવ પ્રકારના જાહેર કરેલા ઓળખકાર્ડ અથવા મોબાઇલ ફોન પોતાનો છે તે પ્રકારના પૂરાવા જરૂરી છે.

વૃધ્ધ-દિવ્યાંગ માટે સુવિધા
કેન્દ્ર સરકારે આ પ્રકારે કરેલી જોગવાઈઓનો લાભ લઈને, અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે 27 મેના રોજ વયોવૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને, તેમના ઘરની નજીકના રસીકરણ કેન્દ્ર ઉપરથી જ રસી લેવા માટે જાહેરાત કરી છે.

Published On - 9:04 am, Thu, 24 June 21

Next Article