Covid Update : કોરોનાથી સાજા થયેલા લોકોએ વેક્સિન માટે જોવી પડશે નવ મહિના રાહ, સરકારી પેનલનું સૂચન

|

May 18, 2021 | 5:24 PM

Coronaથી સાજા થતાં દર્દીઓને રસી લેવા 6 થી 9 મહિનાનું અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ સરકારી પેનલ NTAG દ્વારા આપવામાં આવી છે. એનટીએજીએ અગાઉ જણાવ્યું હતું કે Corona  દર્દીઓએ સાજા થયાના 6 મહિના પછી રસી લેવી જોઈએ. જો કે આ પેનલે હવે આ સમયગાળો 6 થી વધારીને 9 મહિના લંબાવવાનું સૂચન કર્યું છે.

Covid Update : કોરોનાથી સાજા થયેલા લોકોએ વેક્સિન માટે જોવી પડશે નવ મહિના રાહ, સરકારી પેનલનું સૂચન
કોરોનાથી સાજા થયેલા લોકોએ વેક્સિન માટે જોવી પડશે નવ મહિના રાહ

Follow us on

Coronaથી સાજા થતાં દર્દીઓને રસી લેવા 6 થી 9 મહિનાનું અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સલાહ સરકારી પેનલ NTAG દ્વારા આપવામાં આવી છે. એનટીએજીએ અગાઉ જણાવ્યું હતું કે Corona  દર્દીઓએ સાજા થયાના 6 મહિના પછી રસી લેવી જોઈએ. જો કે આ પેનલે હવે આ સમયગાળો 6 થી વધારીને 9 મહિના લંબાવવાનું સૂચન કર્યું છે.

પેનલે પણ મંજૂરી માટે સરકારને પોતાના સૂચન મોકલ્યા છે. આ સૂચન એવા સમયે આવ્યું છે જ્યારે સલાહકાર સમિતિએ તાજેતરમાં કહ્યું હતું કે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા હોવું જોઈએ. અગાઉ આ અંતર 4 થી 8 અઠવાડિયા હતું

CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા  CoWIN પોર્ટલમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે વેક્સિનનો લાભ મેળવનાર પ્રથમ ડોઝ લીધા પછી 84 દિવસથી ઓછા સમયમાં ઓનલાઇન સમય મેળવી શકશે નહીં. 13 મેના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ માટેના સમયગાળાના તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો હતો.

મંત્રાલયે કહ્યું, ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા માટે 12 – 16 અઠવાડિયાના અંતરને સૂચવવા માટે કો-વિન પોર્ટલમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘લાભાર્થીઓ કે જેમને  બીજા  ડોઝ માટે પહેલાથી સમય આપ્યો છે તે માન્ય રહેશે આ ઉપરાંત લાભકર્તાઓને બીજા ડોઝ માટે પ્રથમ ડોઝ લેવાની તારીખ કરતાં 84 દિવસ પછીની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, સીરમ સંસ્થાના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા  જાહેર કરી છે. હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે Covishield  રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે.

Published On - 5:09 pm, Tue, 18 May 21

Next Article