Covid-19: મધ્યમથી ગંભીર કોવિડ-19 દર્દીઓને આપવામાં આવે રેમડેસિવીર દવા – કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

માર્ગદર્શિકા મુજબ ગંભીર રોગની સ્થિતિમાં ટોસીલીઝુમાબ દવાના ઉપયોગ પર વિચાર કરી શકાય છે. જેમાં ગંભીર બીમારીની શરૂઆત અને ICUમાં દાખલ થયાના 24 થી 48 કલાકની અંદર પ્રાથમિકતા આપવી જોઈએ.

Covid-19: મધ્યમથી ગંભીર કોવિડ-19 દર્દીઓને આપવામાં આવે  રેમડેસિવીર દવા - કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
Remdesivir drug (Symbolic Image)
| Edited By: | Updated on: Dec 25, 2021 | 12:10 AM

કેન્દ્ર સરકારે (Central Government)  શુક્રવારે કહ્યું કે રેમડેસિવીર (Remdesivir) દવા માત્ર મધ્યમથી ગંભીર કોવિડ-19 દર્દીઓને (Covid-19 Patients) કોઈપણ લક્ષણોની શરૂઆતના દસ દિવસની અંદર આપવી જોઈએ અને આવા દર્દીઓને કિડની કે લીવર સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સરકારે એવા દર્દીઓને દવાઓ ન આપવા જણાવ્યું છે જેઓ ઓક્સિજન પર નથી અથવા ઘરે રહીને સાજા થઈ રહ્યા છે.

પુખ્ત દર્દીઓમાં સંક્રમણના સંચાલન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ક્લિનિકલ માર્ગદર્શિકા અનુસાર, રેમડેસિવીર દવાને કોઈપણ લક્ષણોની શરૂઆતના દસ દિવસની અંદર માત્ર મધ્યમથી ગંભીર કોવિડ-19 દર્દીઓને આપવાનું કહેવામાં આવ્યું છે, જેમને કિડની કે લીવર સંબંધિત કોઈ સમસ્યા નથી.

ટોસિલીઝુમેબ દવાનો ઉપયોગ પર કરવામાં આવી શકે છે વિચાર

માર્ગદર્શિકા મુજબ ગંભીર રોગની સ્થિતિમાં ટોસીલીઝુમેબ દવાના ઉપયોગ પર વિચાર કરી શકાય છે. જેમાં ગંભીર બીમારીની શરૂઆત અને ICUમાં દાખલ થયાના 24 થી 48 કલાકની અંદર પ્રાથમિકતા આપવી જોઈએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમને હૃદય સંબંધિત સમસ્યાઓ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને અન્ય આવા રોગો છે તેમને ગંભીર બીમારીનું જોખમ વધારે છે.

માર્ગદર્શિકા અનુસાર, કોરોનાવાયરસ દર્દીઓને હળવા, મધ્યમ અને ગંભીર રોગવાળા દર્દીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હળવી બિમારી ધરાવતા લોકોને ઘરે આઈસોલેશનમાં રહેવાની અને દેખભાળની ભલામણ કરવામાં આવે છે, જ્યારે મધ્યમ સ્તરના સંક્રમિત લોકોને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવા જોઈએ અને ગંભીર સંક્રમણ ધરાવતા લોકોને આઈસીયુમાં દાખલ કરવા જોઈએ.

આવતા વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર હોઈ શકે છે

ભારતમાં કોવિડ -19 માહામારીની ત્રીજી લહેર આવતા વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં ટોચ પર પહોચી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરના સંશોધકોએ તેમના અભ્યાસમાં આ દાવો કર્યો છે. જો કે, આ આગાહી એ ધારણા પર આધારિત છે કે ભારતમાં પણ અન્ય દેશોની જેમ કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત કેસોમાં વધારો થવાનું વલણ જોવા મળશે.

આ પણ વાંચો :  Telangana: રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ My Home Groupના અધ્યક્ષ ડો. રામેશ્વર રાવ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત

Published On - 11:59 pm, Fri, 24 December 21