દેશના 146 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન

|

Jan 28, 2021 | 6:02 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે.

દેશના 146 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નહીં: સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન
Dr. Harsh Vardhan (File Image)

Follow us on

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને (Dr Harsh Vardhan) ભારતમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના (Corona case)ના કેસ પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન તેમને કહ્યું છેલ્લા 7 દિવસમાં દેશના 146 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ દાખલ થયો નથી. હર્ષવર્ધને આ વાતની જાણકારી કોરોનાને લઈ થયેલી ઉચ્ચ સ્તીરય મંત્રીઓના સમૂહની 23મી બેઠકમાં આપી છે. તેમને કહ્યું કે દેશમાં કોરોના માટે ઉઠાવેલા પગલા અને અત્યાર સુધી કરેલા 19.5 કરોડથી વધારે ટેસ્ટના કારણે આ સંભવ થઈ શક્યુ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

તેમને કહ્યું કે 18 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો એક પણ કેસ દાખલ થયો નથી, ત્યારે 6 જિલ્લા એવા છે જ્યાં 21 દિવસમાં અને 21 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હાલમાં 1.73 લાખ એક્ટિવ કેસમાંથી 0.46 ટકા દર્દી વેન્ટિલેટર પર, 2.20 ટકા દર્દી ICUમાં અને 3.02 ટકા ઓક્સિજન સપોર્ટ પર છે. ત્યારે દેશમાં નવા કોરોના વાઈરસના 165 કેસ સામે આવ્યા છે અને તે દર્દીઓને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: CBSE EXAMS 2021: 2 ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ

Next Article