Covid -19 : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સેનાના પૂર્વ કર્મચારીઓના પરિવારની સંભાળ રખાશે, ઉત્તરી કમાનને સોંપવામાં આવી જવાબદારી

|

May 03, 2021 | 3:34 PM

Covid -19 : દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડ દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તેના પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની સંભાળ રાખવા માટે એક મજબૂત સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે.

Covid -19 : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સેનાના પૂર્વ કર્મચારીઓના પરિવારની સંભાળ રખાશે, ઉત્તરી કમાનને સોંપવામાં આવી જવાબદારી
Representative Photo

Follow us on

દેશમાં Corona ના સતત વધી રહેલા કેસો અને ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડ દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તેના પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોની સંભાળ રાખવા માટે એક મજબૂત સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ અંગે ડિફેન્સ પ્રવક્તાએ કહ્યું કે ઉત્તરીય કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશીએ આ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી છે.

તેમણે કહ્યું કે નોડલ અધિકારીઓનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે જેથી પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારો સક્રિય રીતે તબીબી સહાય અને યોગ્ય સંભાળ મેળવી શકે.

પ્રવક્તાએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ માટે દરેક લોકોએ કામ કરવું જોઈએ તેવો નિવેદનમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેથી Corona ની  બીજી લહેર સામેની લડતમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સામૂહિક પ્રયાસો નિર્ણાયક છે. તેમણે કહ્યું કે ઉત્તરી કમાન્ડના આદેશની વ્યૂહરચના એ છે કે પ્રોટોકોલનું કડક પાલન કરવું અને ગંભીર બનેલા દર્દીઓને સમયસર તબીબી સારવાર મળે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દેશમાં 24 કલાકમાં 3.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં Coronaના  3.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારના આંકડા મુજબ વધુ 3,300 લોકોનાં મોત પણ નોંધાયા હતા. નવા નોંધાયેલા 3,64,910 નવા કેસની સાથે દેશમાં Coronaના ચેપની કુલ કેસની સંખ્યા વધીને 1,99,14,633 થઈ ગઈ છે. તેમજ 3,300 વધુ લોકોના મોત સાથે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 2,18,824 થઈ ગઈ. જ્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 33,49,644 પર પહોંચી ગઈ છે. જે કોરોનાના કુલ ચેપના કેસોન 17.13 ટકા છે.

Published On - 3:30 pm, Mon, 3 May 21

Next Article