VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 14,352 થયા, એક જ દિવસમાં 920 પોઝિટિવ કેસનો વધારો

|

Apr 18, 2020 | 3:45 AM

લૉકડાઉન દરમિયાન કોરોનાના કેસ બમણા થવાની ઝડપમાં ઘટાડો થયો છે. હવે ત્રણના બદલે 6 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. ટકાવારીની વાત કરીએ તો નવા કેસમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે દેશમાં એક જ દિવસમાં 920 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 350ને પાર કરી ગઈ છે અને 486 લોકોનાં મોત […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 14,352 થયા, એક જ દિવસમાં 920 પોઝિટિવ કેસનો વધારો

Follow us on

લૉકડાઉન દરમિયાન કોરોનાના કેસ બમણા થવાની ઝડપમાં ઘટાડો થયો છે. હવે ત્રણના બદલે 6 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. ટકાવારીની વાત કરીએ તો નવા કેસમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે દેશમાં એક જ દિવસમાં 920 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 350ને પાર કરી ગઈ છે અને 486 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તો 2 હજારથી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જ્યાં અત્યાર સુધી 201 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 3300થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. તો દિલ્લીમાં 42નાં મોત અને 1 હજાર 707 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં 1 હજાર 323 પોઝિટિવ કેસ અને 15નાં મોત થયા છે. તો રાજસ્થાનમાં 1 હજાર 229 પોઝિટિવ કેસ અને 17નાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1310 કેસ અને 69 લોકોનાં મોત થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article