Covaxinનાં ત્રીજા તબક્કાના ટ્રાયલનાં સકારાત્મક પરિણામો, 81 ટકા અસરકારક રહી કોવેક્સિન

|

Mar 04, 2021 | 7:02 AM

ભારત બાયોટેકની Covaxin પર ઘણા સવાલો ઉભા કરવામાં હતા, વડાપ્રધાન મોદીએ હાલમાં જ Covaxinનો ડોઝ મુકાવી દેશની જનતાને મોટો સંદેશો આપ્યો છે.

Covaxinનાં ત્રીજા તબક્કાના ટ્રાયલનાં સકારાત્મક પરિણામો, 81 ટકા અસરકારક રહી કોવેક્સિન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

દેશમાં કોરોનાની બે સ્વદેશી વેક્સિનમાંથી એક વેક્સિન ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin) છે. Covaxinના ઈમરજન્સી ઉપયોગ વખતે હોબાળો થયો હતો, કેમ કે તે સમયે Covaxinના ત્રીજા તબક્કાનું ટ્રાયલ સહ્રૂ થયું હતું. જો કે જે Covaxin પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા, તેના ત્રીજા ટ્રાયલના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. 

81 ટકા અસરકારક રહી Covaxin
ભારતીય કંપની ભારત બાયોટેકે તેની કોરોના વેક્સિન Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલના  પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પરિણામોમાં કંપનીએ Covaxin વેક્સિન 81 ટકા અસરકારક હોવાનું જાહેર કર્યું  છે. ભારત બાયોટેકની કોરોના વેક્સિન વિશે અગાઉ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. ભારત બાયોટેક દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં 25,800 વોલેન્ટીયર્સ સામેલ થયા હતા.

હજી પણ ટ્રાયલ શરૂ રહેશે 
વધુ ડેટા એકત્રિત કરવા અને વેક્સિનની અસરકારકતા જાણવા માટે Covaxinનું  ક્લિનિકલ ટ્રાયલ્સ 130 પુષ્ટિ થયેલ કોરોના કેસોમાં અંતિમ વિશ્લેષણ માટે ચાલુ રહેશે. કંપનીએ કહ્યું છે કે વચગાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે Covaxinની ગંભીર આડઅસરો ખુબ ઓછી નોંધાઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article