કફ સીરપમાં હતું ઝેર, જમ્મુમાં 9 બાળકના મોત પછી 8 રાજ્યમાં વેચાણ પર પ્રતિબંધ

|

Jan 18, 2021 | 2:28 PM

Coldbest-PC નામની કફ સીરપમાં ઝેરી પદાર્થના કારણે જમ્મુના ઉધમપુરમાં કફ સીરપ પીવાના કારણે 9 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેની ગંભીરતાને જોતા 8 રાજ્યોમાં તેના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યુ છે. આ કફ સીરપ હિમાચલ પ્રદેશની ફાર્માક્યુટિરલ કંપની Digital Vision દ્નારા બનાવવામાં આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

કફ સીરપમાં હતું ઝેર, જમ્મુમાં 9 બાળકના મોત પછી 8 રાજ્યમાં વેચાણ પર પ્રતિબંધ

Follow us on

Coldbest-PC નામની કફ સીરપમાં ઝેરી પદાર્થના કારણે જમ્મુના ઉધમપુરમાં કફ સીરપ પીવાના કારણે 9 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેની ગંભીરતાને જોતા 8 રાજ્યોમાં તેના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યુ છે. આ કફ સીરપ હિમાચલ પ્રદેશની ફાર્માક્યુટિરલ કંપની Digital Vision દ્નારા બનાવવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

આ પણ વાંચો :   નમસ્તે ટ્રમ્પ: એકપણ પોલીસકર્મી કે અધિકારી પોતાની પાસે હથિયાર નહીં રાખી શકે !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જમ્મુ કાશ્મીરના ડ્રગ એન્ડ ફુડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના આસિસ્ટંટ ડ્રગ કંટ્રોલર સુરિંદર મોહને એક ખાનગી અખબારને જણાવતા કહ્યું કે, ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ના અધિકારીઓ દ્વારા કહેવાયુ છે કે ઉધમપુર બાળકોના મોત પહેલી નજરે તો Coldbest-PC સીરપમાં આવેલા ઝેરી પદાર્થ Diethylene Glycolના લીધે થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીરપ પીનારા દરેકે ગુમાવી જિંદગી
જમ્મુમાં હેલ્થ સર્વિસિસના ડિરેક્ટર ડો. રેનુ શર્માએ આ મુદ્દે વાત કરતા કહ્યુ હતું કે  બાળકોના મૃત્યુ 2019ના છેલ્લાં દિવસે અને 17 જાન્યુઆરી વચ્ચે થયા હતા. દર્દીઓને એક્યુ રેનલ ફેલ્યોરની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરેક દર્દીઓએ Coldbest-PC લીધી હતી. સીરપમાં ઝેરી પદાર્થ હોવાની વાત સામે આવ્યા પછી 8 રાજ્યોમાંથી દવા પાછી મંગાવી લેવામાં આવી છે. આ દવા હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બને છે. ત્યાથી પણ દવાનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વધારાના ટેસ્ટ માટે સીરપના સેમ્પલને જમ્મુસ્થિત ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંન્ટીગ્રેટિવ મેડિસિન અને ચંદીગઢની રીઝનલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. PGIMERના રિપોર્ટમાં સીરપમાં Diethylene Glycol નામનો પદાર્થ જોવામાં આવ્યો છે. પરંતુ હજુ ફાઈનલ રિપોર્ટની રાહ સેવાઈ રહી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:11 pm, Fri, 21 February 20

Next Article