Coronavirus : કોરોના રસીકરણ નીતી વિરુધ્ધ સુ્પ્રીમ કોર્ટ પહોંચી બંગાળ સરકાર, એક દેશ એક કિંમતની માગ

|

May 07, 2021 | 9:24 PM

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કોવિડ-19 વેક્સીનની હાલની નીતિને લઇને કેન્દ્ર સરકાર વિરુધ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટ ગયા. મમતા સરકાર કોરોના વેક્સીનની એક દેશ એક કિંમતની માંગ કરી રહ્યા છે. 

Coronavirus : કોરોના રસીકરણ નીતી વિરુધ્ધ સુ્પ્રીમ કોર્ટ પહોંચી બંગાળ સરકાર, એક દેશ એક કિંમતની માગ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કોવિડ-19 વેક્સીનની હાલની નીતિને લઇને કેન્દ્ર સરકાર વિરુધ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટ ગયા. મમતા સરકારે કોરોના વેક્સીનની એક દેશ એક કિંમતની માંગ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતીને સતત ત્રીજી વાર સત્તામાં આવ્યા. મમતા બેનર્જીએ એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મેડિકલ ઓક્સીજન શીઘ્ર સપ્લાઇ કરવાનો અનુરોધ કર્યો છે. મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના મહામારીને ધ્યાને રાખતા પશ્ચિમ બંગાળ માટે મેડિકલ ઓક્સીજનનો સપ્લાઇ વધારવાની માંગ કરી છે.

મમતા બેનર્જીએ પીએમને પત્ર લખીને કહ્યુ કે, પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખતા રાજ્યને આગામી 7-8 દિવસમાં 550 મીટ્રીક ટન મેડિકલ ઓક્સીજનની જરુર પડી શકે છે. સીએમ મમતા બેનર્જીએ પત્રમા કહ્યુ કે, આ પહેલા 5 મેએ મે પત્ર આપ્યો હતો. મે કહ્યુ  હતુ કે, કોવિડ-19 મહામારીના કારણે ઓક્સીજનની માંગ સતત વધી રહી છે. બંગાળમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પાછલા 24 કલાક દરમિયાન 470 મીટ્રિક ટન મેડિકલ ઓક્સીજનની ખપત થઇ છે. આગલા 7-9 દિવસમાં વધીને 570 મીટ્રીક ટન થઇ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મમતાએ પોતાના પત્રમાં કહ્યુ કે, મુખ્ય સચિવને પહેલાથી આ બાબત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અને અધિકારીઓને સૂચિત કર્યુ છે કે, રાજ્યને 570 મીટ્રિક ટન મેડિકલ ઓક્સીજનની જરુર છે. પશ્ચિમ બંગાળ સરકારને એલોટમેન્ટ કરવાની જગ્યાએ કેન્દ્ર સરકારને બીજા રાજ્યોને એલોટમેન્ટ વધારી દીધો છે. આપને જણાવી દઇએ કે, બંગાળમાં પ્રતિદિન 560મીટ્રિક ટન મેડિકલ ઓક્સીજનનું ઉત્પાદન થાય છે.

Next Article