Andhra Pradesh : દેશમાં ઓમિક્રોનની દસ્તક વચ્ચે વિદેશથી આવેલા 30 મુસાફરો ‘ગુમ’, વહીવટીતંત્ર થયુ દોડતુ

|

Dec 03, 2021 | 10:09 AM

જુદા જુદા એરપોર્ટ પર ઉતરેલા લગભગ 60 આંતરરાષ્ટ્રીય મુસાફરો વિશાખાપટ્ટનમ આવ્યા હતા. તેમાંથી 30 મુસાફરો વિશાખાપટ્ટનમમાં રોકાયા છે, પરંતુ બાકીના 30 મુસાફરો અલગ-અલગ રાજ્યો માટે રવાના થઈ જતા તંત્રની ચિંતા વધી છે.

Andhra Pradesh : દેશમાં ઓમિક્રોનની દસ્તક વચ્ચે વિદેશથી આવેલા 30 મુસાફરો ગુમ,  વહીવટીતંત્ર થયુ દોડતુ
File Photo

Follow us on

Andhra Pradesh :  કોરોના વાયરસના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’એ(Omicron Variant) હવે ભારતમાં પણ દસ્તક આપી છે. ગુરુવારે કર્ણાટકમાં (Karnataka) ઓમિક્રોનના બે નવા કેસની પુષ્ટિ થઈ, જે પછી દેશભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટના ખતરાને જોતા ઘણા રાજ્યોએ પોતાના સ્તરે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હાલ આંધ્ર પ્રદેશ પ્રશાસન વિદેશથી આવેલા 30 મુસાફરો ગુમ થતા દોડતુ થયુ છે.

આફ્રિકાના 9 મુસાફરો સહિત લગભગ 60 આંતરરાષ્ટ્રીય મુસાફરો રાજ્યના જુદા જુદા એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમાંથી 30 મુસાફરો વિશાખાપટ્ટનમના છે, પરંતુ બાકીના 30 મુસાફરો વિવિધ રાજ્યો માટે રવાના થયા હતા. જેમાં કેટલાક મુસાફરોના ટેલિફોન કોલ્સ પણ રિસીવ થતા નથી. ત્યારે હાલ વિશાખાપટ્ટનમ જિલ્લા વહીવટીતંત્રે (Administration) રાજ્યના અન્ય જિલ્લાઓના કલેક્ટરને છેલ્લા 10 દિવસમાં શહેર છોડી ગયેલા 30 વિદેશી પ્રવાસીઓને શોધી કાઢવાનો નિર્દેશ આપ્યો છે અને તેમને સતર્ક રહેવા જણાવ્યું છે.

ઓમિક્રોન ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય હાઈ એલર્ટ પર

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

દક્ષિણ આફ્રિકાથી (South Africa) ત્રણ અને બોત્સવનાથી છ મુસાફરો આંધ્રપ્રદેશ આવ્યા હતા. અધિકારીઓએ તેમાંથી છ યાત્રિકોને શોધી કાઢ્યા છે. જો કે, બાકીના ત્રણ મુસાફરો કથિત રીતે કૃષ્ણા જિલ્લામાં તેમના સંબંધિત ગામો માટે રવાના થયા છે. તેની શોધખોળ હાલ ચાલુ છે. ઓમિક્રોનના ખતરાને જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. આંધ્રપ્રદેશે એરપોર્ટ પર મુસાફરોની તપાસ વધુ તીવ્ર બનાવી છે. છેલ્લા 10 દિવસમાં શહેરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓની સંપર્ક વિગતોને ટ્રેસ કરવામાં આવી રહી છે.

વિદેશથી આવતા મુસાફરોને લઈને તંત્રની વધી ચિંતા

માહિતી અનુસાર, આમાંથી ઘણા મુસાફરો વિવિધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેઓનો કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ કરાવ્યા હતા. જો કે, જિલ્લા વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પરત ફરતા મુસાફરો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત તો નથી ને…!. વિશાખાપટ્ટનમ જિલ્લાના જોઈન્ટ કલેક્ટર અરુણ બાબુએ TOIને જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ વિદેશી મુસાફર કોરોના સંક્રમિત મળ્યો નથી.

 

આ પણ વાંચો : પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી

આ પણ વાંચો : ઓમિક્રોનથી હાહાકાર : મહારાષ્ટ્ર સરકારે કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફાર, જાણો સમગ્ર વિગતો

Published On - 9:52 am, Fri, 3 December 21

Next Article