Corona Vaccine : કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક : ICMR

|

Aug 08, 2021 | 1:29 PM

ભારત ડ્રગ્સ કંટ્રોલ વિભાગ (Central Drugs Standard Control Organisation) ની નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે, આ રિચર્સનો મુખ્ય હેતુ એ છે કે વેક્સિનેશન પૂર્ણ કરવા માટે વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં.

Corona Vaccine : કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક : ICMR
Covid 19 Vaccine

Follow us on

Corona Vaccine : સમગ્ર વિશ્વ કોરોના વાયરસને નાથવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને દેશ -વિદેશના વૈજ્ઞાનિકો (Scientist) આ માટે રિચર્સ કરી રહ્યા છે. કોરોનાના પ્રથમ અને બીજા ડોઝ માટે જુદી જુદી રસીઓના ઉપયોગને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) એ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.

ICMR એ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિશ્ર ડોઝને લઈને સકારાત્મક પરિણામો આવ્યા છે. ICMR એ દાવો કર્યો છે કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિક્સ ડોઝ અસરકારક સાબિત થયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મિશ્ર વેક્સિન ડોઝ માત્ર સલામત જ નથી, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ (Adenovirus Vector Platform) આધારિત વેક્સિનના સંયોજનથી રોગપ્રતિકારક શક્તિ (Immunity) પણ વધે છે. ઉલ્લેખનીય છે કે, DCGI ની નિષ્ણાતો દ્વારા કોવેક્સિન અને કોવિશિલ્ડ મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

 

કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનનો મિશ્ર ડોઝ અસરકારક

CDSCO (Central Drugs Standard Control Organisation) ની વિષય નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે, આ રિચર્સનો મુખ્ય હેતુ એ છે કે વેક્સિનેશન પૂર્ણ કરવા માટે વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ (Vaccine Dose) આપી શકાય છે કે નહીં. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવેક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો તેના કારણે શું અસર થાય છે. જો કે, આ રિચર્સમાં ​​સ્પષ્ટ થયુ છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સિનનાં મિશ્ર ડોઝ અસરકારક છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

 

આ પણ વાંચો: CM રુપાણીએ કહ્યું થર્ડ વેવ સામે તૈયારી સમાન સુવિધાઓ કરી, DyCMએ રેસીડેન્ટ ડોક્ટરોના મામલે કહ્યું કોઈ બાંધછોડ નહીં

આ પણ વાંચો:Gujarat : કોરોના મહામારીનું સંકટ યથાવત, પાછલા 24 કલાકમાં 19 નવા કેસ નોંધાયા

Next Article