Coronavirus Update : 84 દિવસ બાદ અપાશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, CoWin પોર્ટલ પર કરાયા જરુરી બદલાવ

|

May 17, 2021 | 3:41 PM

CoWin ડિ઼જિટલ પોર્ટલ પર કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે એક ગેપ વધારીને 12 થી 16 અઠવાડિયાનો કરી દેવામાં આવ્યો છે.

Coronavirus Update : 84 દિવસ બાદ અપાશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, CoWin પોર્ટલ પર કરાયા જરુરી બદલાવ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus Update : CoWin ડિ઼જિટલ પોર્ટલ પર કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે એક ગેપ વધારીને 12 થી 16 અઠવાડિયાનો કરી દેવામાં આવ્યો છે. બે ડોઝ વચ્ચેની અવધિને દેખાડવા માટે કોવિન ડિજિટલ પ્લેટફોર્મને રિકોન્ફિગર કરવામાં આવ્યુ છે. હવે કોવિશીલ્ડ વેક્સીનનો બીજો ડોઝ 12 થી 16 અઠવાડિયાના અંતરાલમાં આપવામાં આવશે. પહેલો ડોઝ લેવા માટે કરાવવામાં આવેલું રજિસ્ટ્રેશન બીજા ડોઝ માટે પણ માન્ય રહેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ડિજિટલ પોર્ટલમાં જરુરી બદલાવ કરવામાં આવ્યા છે. જેની અસરથી કોવિશીલ્ડ વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન હવે 84 દિવસ પછી થશે. આપને જણાવી દઇએ કે આરોગ્ય મંત્રાલયે મીડિયાના એ રિપોર્ટ પર પોતાની સ્પષ્ટતા આપી છે, જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે જે લોકોએ કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા 84 દિવસ પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધુ હતુ તે લોકોને વેક્સીનેશન સેન્ટરથી રસીકરણ વગર જ પાછા મોકલવામાં આવી રહ્યા છે.

CoWin ડિજિટલ પોર્ટલમાં જેમણે પહેલા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે તે રજિસ્ટ્રેશન વેક્સીનના બીજા ડોઝ માટે પણ માન્ય રહેશે. જે લોકો બીજો ડોઝ લેવાના સમયની નજીક પહોંચી ગયા છે અને પોતાનું રજિસ્ટ્રેશ કરાવી લીધુ છે તે લોકોનુ રજિસ્ટ્રેશન વેલિડ રહેશે અને તેને કેન્સલ કરવામાં નહિ આવે. જો કે હવે બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન પહેલી ડોઝ લીધાના 84 દિવસ બાદ જ થઇ શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડૉ. એન કે અરોડાની અધ્યક્ષતામાં કોવિડ વર્કિંગ ગ્રુપના કોવીશિલ્ડ વેક્સીનના બે ડોઝની અવધિ વધારીને 12થી16 અઠવાડિયાની કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. કોવિડ વર્કિંગ ગ્રુપ તરફથી કરવામાં આવેલા આ સૂચનને ભારત સરકારે 13મેના રોજ સ્વીકાર્યુ હતું.

કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય સરકારને અપાયા નિર્દેશ  

આપને જણાવી દઇએ કે કેેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આ બદલાવ વિશે જાણકારી અપી અને કહ્યુ કે આ બદલાવ અગાઉ વેક્સીનના બીજા ડોઝ માટે બુકિંગ કરાવનારા લોકોને વેક્સીન આપવામાં આવે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે રસીકરણ સેન્ટર પર વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને રસીકરણ વગર પાછા ન મોકલાવામાં આવે.

મંત્રાલયે એ પણ નિર્દેશ આપ્યો છે કે બે વેક્સીન ડોઝ વચ્ચેની અવધિ 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાણકારી રસીકરણ માટે આવનારા લોકોને પણ આપવામાં આવે જેથી આ વિષયમાં વધારે લોકોને જાગૃત કરી શકાય.

Next Article