Coronavirus Update : કોરોના વિરુધ્ધ રેલવેની જંગ, સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરાયા આઈસોલેશન કોચ

|

May 09, 2021 | 6:46 PM

ભારતમાં કોવિડ-19 નું ભયાનક સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 4 લાખથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. કોરોના વિરુધ્ધ જંગમાં રેલવેએ મોર્ચો સંભાળી લીધો છે. 

Coronavirus Update : કોરોના વિરુધ્ધ રેલવેની જંગ, સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરાયા આઈસોલેશન કોચ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus Update :  ભારતમાં કોવિડ-19 નું ભયાનક સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 4 લાખથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. કોરોના વિરુધ્ધ જંગમાં રેલવેએ મોર્ચો સંભાળી લીધો છે. રેલવેએ શનિવારે કહ્યુ કે, કોવિડ-19 ના દર્દીઓના ઇલાજ માટે આઇસોલેશન કોચને દેશના સાત રાજ્યોના 17 સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે.

રેલવે વિભાગે કહ્યુ કે, વિભિન્ન રાજ્યોને 298 આઇસોલેશન કોચ સોપવામાં આવ્યા છે અને તેમાં 4700 થી વધારે બેડ્સ છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં કુલ 60 ડબ્બા તહેનાત કરવામાં આવ્યા છે અને નંદુબારમાં 116 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા અને સાજા થવા પર રાજ્યના આરોગ્ય અધિકારીઓએ તેમને રજા આપી દીધી. અત્યારે 23 દર્દીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. રેલવેએ રાજ્યોની માગ અનુસાર દેશના વિભિન્ન ભાગમાં આઇસોલેશન કોચ પહોંચાડી દીધા છે. રેલવે સ્ટેશન પર તહેનાત કરેલા આઈસોલેશન કોચમાં ડૉક્ટરોની તમામ સુવિધાઓ માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રેલવેએ એ પણ કહ્યુ કે તેમણે 11 કોવિડ કેર ડબ્બા રાજ્યના ઇનલેન્ડ કંટેનર ડિપોમાં તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે નાગપુર નગર નિગમને આપ્યા છે. જ્યાં 9 દર્દીઓને દાખલ કરાયા અને આઇસોલેશન બાદ તેમને રજા આપી દેવામાં આવી. અત્યારે પાલઘરમાં 24 ડબ્બા પ્રદાન કરવામાં આવ્યા અને તેને ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

તેમણે જણાવ્યુ કે મધ્યપ્રદેશમાં 42 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેના રતલામ સંભાગને ઇન્દોક પાસે તિહિ સ્ટેશન પર 22 કોચ તહેનાત કર્યા છે. જેમાં 320 બેડ્સ છે. જ્યાં 21 દર્દીઓ ભર્તી કરવામાં આવ્યા અને સાતને હવે રજા આપી દેવામાં આવી છે. ભોપાલમાં 20એવા ડબ્બા તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 29 દર્દીઓને ભર્તી કરવામાં આવ્યા અને 11ને બાદમાં રજા આપી દેવામાં આવી. રેલવેએ જણાવ્યુ કે તેમણે અસમના ગુવાહાટીમાં 21 અને સિલચરના સમીપ બદરપુરમાં 20 ડબ્બા તહેનાત કરવામાં આવ્યા. દિલ્લીમાં 75 એવા ડબ્બા પ્રદાન કરવામાં આવ્યા જેમાં 1200 બેડ્સ છે.

Next Article