Coronavirus Update : પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાનું પીએમ મોદીને સૂચન, બધા નાગરિકોને ફ્રીમાં વેક્સીન મળે

|

Apr 26, 2021 | 4:22 PM

Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોના વાયરસના સંક્રમણને જોતા પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલાક સૂચન કર્યા છે જેનાથી સંક્રમણ પર લગામ લગાવી શકાય. એચડી દેવગૌડાએ પત્રમાં લખ્યું કે જો કેન્દ્ર સરકાર બધા નાગરિકોને રસી મફતમાં આપશે તો તે એક સારો માનવતાનો સંકેત હશે. 

Coronavirus Update : પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાનું પીએમ મોદીને સૂચન, બધા નાગરિકોને ફ્રીમાં વેક્સીન મળે
HD Devegowda

Follow us on

Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોના વાયરસના સંક્રમણને જોતા પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેટલાક સૂચન કર્યા છે જેનાથી સંક્રમણ પર લગામ લગાવી શકાય. એચડી દેવગૌડાએ પત્રમાં લખ્યું કે જો કેન્દ્ર સરકાર બધા નાગરિકોને રસી મફતમાં આપશે તો તે એક સારો માનવતાનો સંકેત હશે.

તેમણે પત્રમાં કહ્યુ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમ કે આપણે એક જીવલેણ કોવિડ-19ની લહેરને જોઇ રહ્યા છે. રોજ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. આપણે આનો સામનો કરવો પડશે. દેવગૌડાએ પત્રમાં કહ્યું કે સૌથી પહેલા હું આપને વિશ્વાસ અપાવું છું કે કોરોનાના નિયંત્રણ માટે કેેન્દ્ર જે પણ પહેલ કરશે તેમાં હું સંપૂર્ણ સમર્થન આપીશ. કેન્દ્રએ વધારેમાં વધારે લોકોને વેક્સીન પ્રોવાઇડ કરવી જોઇએ. કેન્દ્રનું રસીકરણ અભિયાન એ બહુ સમજણપૂર્વકનું પગલું હતું

તેમણે કહ્યું કે બધા જિલ્લા મુખ્યાલયો પર કોરોનાની સ્થિતિને જોતા વૉર રુમ બનાવવાની જરુર છે, જેેથી વધારેમાં વધારો લોકોને બચાવી શકાય. સાથે જ પ્રાઇવેટ અને સરકારી કોવિડ સેન્ટર અને સ્વાસ્થ્ય કેન્દ્રોને વધારવાની જરુર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે કહ્યું કે આ સમયે ગામડા જેવા વિસ્તારોમાં કોવિડ પ્રબંધનની તૈયારી કરવાની જરુર છે. આ સાથે જ તેમણે કહ્યું કે રસી અને કોરોનાને લઇ જે ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે તેનાથી જનતાને દૂર રાખવી એ સૌથી મોટી જવાબદારી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એ વાત સુનિશ્ચિત કરવાની જરુર છે કે તેમની વિધાનસભામાંં પર્યાપ્ત રસી છે કે નહિ.

તેમણે એક સૂચન એ પણ આપ્યુ કે કોરોના દરમિયાન લોકોની સેવા કરી રહેલા જે ફ્રંટલાઇન યોધ્ધાઓઅ આ યુધ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારમાં કોઇને સરકારી નોકરી આપવી જોઇએ. સાથે જ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે કોઇ સામૂહિક ગતિવિધિને આદેશ ન આપવામાં આવે. આવનારા 6 મહિના સુધી રાજ્યોમાં થનારી પેટાચૂંટણી પર રોક લગાવી દેવી જોઇએ.

તેમણે કહ્યું કે રસી લગાવવા માટે આવનારા ગરીબોને આઈડી કાર્ડ જેવી મુશ્કેલીઓથી મુક્ત કરવા જોઇએ. આ ગરીબો પાસે ઇન્ટરનેટ ન હોય અને  સરકારી વેબસાઇટનું જ્ઞાન ન હોય તો તે તેમના રસીકરણ પર અસર નાખી શકે છે. ખબર હોય કે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં COVID-19ની સ્થિતિ વિકરાળ થઇ રહી છે.

દરેક વિતતા દિવસ સાથે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રિપોર્ટ રજૂ કર્યો છે અને તે રિપોર્ટ અનુસાર દેશમાં પહેલીવાર એક દિવસમાં 3.5 લાખથી વધારે કેસ નોંધાયા છે અને સોમવારે દેશે સૌથી વધારે મોતનો આંકડો પણ નોંધ્યો છે. નવા રિપોર્ટ સાથે દેશભરમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,13,163 થઇ ગઇ છે.

Next Article