Coronavirus Update : દિલ્લી માટે કેન્દ્ર સરકારે વધાર્યો ઓક્સિજન કોટા સીએમ કેજરીવાલે કહ્યું મદદ માટે આભાર

|

Apr 22, 2021 | 3:36 PM

Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની ઉણપને જોતા હાઈકોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે

Coronavirus Update : દિલ્લી માટે કેન્દ્ર સરકારે વધાર્યો ઓક્સિજન કોટા સીએમ કેજરીવાલે કહ્યું મદદ માટે આભાર
Delhi CM Arvind Kejriwal

Follow us on

Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની અછત જોતા કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 480 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યારે ઓરિસ્સાથી પણ વધારે ઓક્સિજન લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.

આ સાથે જ સીએમ કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે જો દિલ્લીમાં જરુરિયાત કરતા વધારે ઓક્સિજન હશે તો તેઓ બીજા રાજ્યોને પણ ઉપલબ્ધ કરાવશે. સાથે જ તેમણે ઉમેર્યુ કે જો દિલ્લીમાં કેસ ઓછા થઇ જશે અને બીજા રાજ્યોને ડૉક્ટર્સની જરુર હશે તો તેઓ ત્યાંથી ડૉક્ટર્સની ટીમ પણ મોકલશે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
સીએમ કેજરીવાલે કહ્યું તે છેલ્લા થોડા દિવસોથી રાજધાની દિલ્લીમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યો માટે ઓક્સિજન કોટા ફિક્સ કરે છે. દિલ્લી સરકારના અનુમાન પ્રમાણે રોજના 700 ટન ઓક્સિજનની જરુર છે. કેન્દ્રએ પહેલા દિલ્લી માટે 378ટન ઓક્સિજન નક્કી કર્યુ હતું. હવે તેને વધારીને 480ટન નક્કી કરી દેવામાં આવ્યું છે. હજી પણ વધારે ઓક્સિજનની જરુર છે.

સાથે જ તેમણે જણાવ્યું તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે કઇ કંપની ઓક્સિજન કોટા આપશે . તેમણે કહ્યું કે રાજધાનીમાં ઓક્સિજન નથી બનતો બધો ઓક્સિજન બહારના રાજ્યોમાંથી લાવવો પડે છે. સાથે સીએમ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની કંપનીઓ જે રાજ્યોમાં છે તેમાંથી કેટલાક રાજ્યોની સરકારે દિલ્લીના કોટાનો ઓક્સિજન મોકલવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

કેજરીવાલે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારોએ કહ્યું કે પહેલા તેઓ પોતાના રાજ્યોમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે દિલ્લીના કોટાનો ઉપયોગ પણ તેઓ પોતાના રાજ્યોમાં કરશે  અને ટ્રકને દિલ્લી નહી આવવા દે. આ સાથે જ તેમણે કેન્દ્ર અને દિલ્લી હાઇકોર્ટનો આભાર માનતા કહ્યું કે છેલ્લા 2-3 દિવસમાં દિલ્લી સરકારની ઘણી મદદ કરી છે. આ કારણે ઓક્સિજન દિલ્લી સુધી પહોંચવા લાગ્યો છે.

 

Next Article