Coronavirus Update : સંકટ સમયમાં મદદ, અનુરાધા પૌડવાલે દાન કર્યા 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

|

May 14, 2021 | 1:11 PM

Coronavirus Update : કોરોનોવાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે અને ઓક્સિજન લેવલ નીચે જઇ રહ્યુ છે જેના કારણે દેશમાં ઓક્સિજનની અછત આવી ગઇ છે. આ દરમિયાન કેટલાય સેલિબ્રિટી લોકોની મદદ માટે સામે આવી રહ્યા છે. આ વચ્ચે ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

Coronavirus Update : સંકટ સમયમાં મદદ, અનુરાધા પૌડવાલે દાન કર્યા 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
Anuradha Paudwal

Follow us on

Coronavirus Update : કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોના જીલ ગયા છે. રોજ લાખો લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનોવાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે અને ઓક્સિજન લેવલ નીચે જઇ રહ્યુ છે જેના કારણે દેશમાં ઓક્સિજનની અછત આવી ગઇ છે. આ દરમિયાન કેટલાય સેલિબ્રિટી લોકોની મદદ માટે સામે આવી રહ્યા છે. આ વચ્ચે ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. અનુરાધા પૌડવાલે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ડોનેટ કર્યા છે.

અનુરાધા પૌડવાલને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે એક શોની ફીસ લેવાની જગ્યાઓ ઓર્ગેનાઇઝર્સને કોવિડ દર્દીઓની મદદ કરવા માટે કહ્યુ. એક અખબારને ઇન્ટરવ્યૂ આપતા અનુરાધા પોડવાલે કહ્યુ કે હજી આ સ્ટોક આવવાનો છે પરંતુ આ વિશે હુ વિચારી રહી છું કે અમારુ એક ફાઉન્ડેશન છે જે લોકોની મદદ કરે છે. પહેલા જળ સંરક્ષણ માટે નાંદેડના 10 ગામને દત્તક લીધા હતા ત્યારબાદ કોરોના મહામારી આવી ગઇ. દરવર્ષે 9મેના દિવસે જ્યારે મારા પતિ અરુણ પૌડવાલની બર્થ એનિવર્સરી હોય  તે દિવસે અમે આર્ટિસ્ટનું અભિનંદન કરીએ છીએ. આવુ કરતા અમને 25વર્ષ થઇ ગયા છે. આ સમયમાં ડૉક્ટર, નર્સ અને વોર્ડ બોય નિરંતર કામ કરતા દેખાઇ રહ્યા છે ને પોતે તેમની સાથે ફોન પર વાત કરી અને હૉસ્પિટલમાં વેંટિલેટર ડોનેટ કરવાનો નિર્ણય લીધો.

અનુરાધા પૌડવાલને જ્યારે ઓકસિજનની અછત વિશે જાણકારી મળે તો તેમને મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યુ કે મે જાણવાની કોશિશ કરી કે આ ક્યાથી મળે છે. હું સુશીલ દેશપાંડેજીના કોન્ટેક્ટમાં હતી. તેઓ મારા માનેલા ભાઇ છે અને તેમને જણાવ્યુ કે આ વર્ષે 9 મેના દિવસે આ મદદ કરવા ઇચ્છુ છું. અમે એક ઓકસિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા કરી શક્યા છીએ. મે લોકોને શ્લાસની તકલીફના કારણે મરતા જોયા છે. ત્યાર બાદ અમે ઓક્સિજન કોન્સનટ્રેટર્સની વ્યવસ્થા કરી. મોટી હૉસ્પિટલ પાસે રિસોર્સ છે પરંતુ નાની હૉસ્પિટલ પાસે કંઇ નથી તો મે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ડોનેટ કર્યા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article