Coronavirus Update : દેશભરમાં કોરોનાનો કહેર IIM અમદાવાદમાં 70 લોકો કોરોનાથી સંક્રમિત

|

Mar 30, 2021 | 3:25 PM

Coronavirus Update :  દેશમાં કોરોનાનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટમાં કોરોનાથી 70 લોકો સંક્રમિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉ મેહૂલ આચાર્યએ કોરોનાની પુષ્ટી કરી છે. 

Coronavirus Update :  દેશભરમાં કોરોનાનો કહેર IIM અમદાવાદમાં 70 લોકો કોરોનાથી સંક્રમિત
coronavirus

Follow us on

Coronavirus Update :  દેશમાં કોરોનાનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટમાં કોરોનાથી 70 લોકો સંક્રમિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડૉ મેહૂલ આચાર્યએ કોરોનાની પુષ્ટી કરી છે.

ન માત્ર ગુજરાત પરંતુ પટિયાલાની નાભા ઓપન જેલમાં બંધ 40 મહિલાઓ પણ કોરોના પોઝિટીવ આવી છે. કુલ 47 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહિલા વોર્ડના રેન્ડમ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે.તેઓને રાજ્યમાં કોવિડ પોઝિટીવ આવનારા લોકોની માટે જે જેલ છે તેમાં  સ્થાંતરિત કરવામાં આવશે.

દેશની વાત કરવામાં આવે તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56,211 નવા કેસ સામે આવ્યા છે ત્યારે બાદ કુલ કોરોના કેસની સંખ્યા 1,20,95,855 થઇ ગઇ છે. 271 નવા મોત બાદ મોતની સંખ્યા 1,62,114 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 5,40,720 છે. ડિસ્ચાર્જ કેસની સંખ્યા 1,13,93,021 છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં રસીકરણ ચાલુ છે. અત્યાસુધી 6 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 5,82,919 લોકોને રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 57,82,665 રસી આપવામાં આવી છે. દેશમાં કુલ 6,11,13,354 લોકોને રસી આપવામાં આવી છે.

ICMR અનુસાર ભારતમાં ગઇકાલ સુધી 24,26,50,025  લોકોના સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યા છે.થોડા સમયય પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાને રોકવા ટેસ્ટની ભૂમિકા મહત્વની છે વધારેમાં વધારે લોકોના ટેસ્ટ થાય તે જરુરી.

આ વચ્ચે દિલ્લીમાં 1904 નવા કેસ સામે આવ્યા છે. પોઝિટીવ રેટ 2.77 છે. દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે જાગૃતી લાવવામાં આવી રહી છે. આને લહેર કહેવામાં એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. પથારીઓની સમીક્ષા કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સોમવારે કોરના સંક્રમણના 31,643 કેસ પોઝિટીવ આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,45,518 થઇ ચૂકી છે. મહારાષ્ટ્ર્માં કોરોનાના 40,414 નવા કેસ સામે આવ્યા છે.

Next Article