Coronavirus : વૈષ્ણોદેવી યાત્રા પર શ્રધ્ધાળુઓની સંખ્યા થઇ ઓછી, વ્યવસાય પર અસર

|

Apr 29, 2021 | 9:53 PM

Coronavirus : જમ્મુ -કાશ્મીરમાં સતત કોરોના સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે. જેની અસર માતા વૈષ્ણો દેવીની યાત્રા પર પણ જોવા મળી રહીછે. કોરોના મહામારીના કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યાત્રામાં ઘટાડો આવવાના કારણે તેની સાથે જોડાયેલા વ્યવસાય પણ ઘણા હેરાન થઇ ચૂક્યા છે.

Coronavirus : વૈષ્ણોદેવી યાત્રા પર શ્રધ્ધાળુઓની સંખ્યા થઇ ઓછી, વ્યવસાય પર અસર
Vaishnodevi Temple

Follow us on

Coronavirus : જમ્મુ -કાશ્મીરમાં સતત કોરોના સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે. જેની અસર માતા વૈષ્ણો દેવીની યાત્રા પર પણ જોવા મળી રહીછે. કોરોના મહામારીના કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યાત્રામાં ઘટાડો આવવાના કારણે તેની સાથે જોડાયેલા વ્યવસાય પણ ઘણા હેરાન થઇ ચૂક્યા છે. માતાનું પહેલું પડાવ પ્રવેશ દર્શન બાણગંગા છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ હોય છે. આજે ત્યાં બરાબર લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે.

માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે જો તમારે યાત્રા કરવી હોય તો કોરોનાનો નેગેટિવ ટેસ્ટ લઇને આવવુ અને યાત્રા સમયે કોરોના SOPનું પુરુ પાલન કરવું સામે હોટલ વ્યવસાય , ઘોડા , પાલકી અને તમામ લોકો જેમનો વ્યવસાય યાત્રીઓથી ચાલે છે તેમનું કહેવું છે કે ગયા વર્ષે તેમને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો અને તેમને આશા હતી કે આ વખતે વધારે સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવશે પરંતુ એક વાર ફરી કોરોના મહામારીએ તેમના માટે સંકટ પેદા કરી દીધુ છે.

ગયા વર્ષે કોરોનાના કારણે યાત્રા ચાર મહિના માટે બંધ કરી દેવામાં આવી હતી. એપ્રિલથી લઇ જુલાઇ સુધી માતાના દર્શન પર રોક લગાવી દેવામાં આવી હતી. ઓગષ્ટમાં યાત્રા માટે ફરી એકવાર અનુમતિ આપવામાં આવી હતી જેમાં સીમિત સંખ્યામાં ભક્તોને જવાની અનુમતિ આપવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઓગષ્ટ મહિનામાં તો શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી રહી પરંતુ ત્યારબાદ સંખ્યા વધવાની શરુ થઇ ગઇ હતી. પરંતુ હવે રોજ શ્રધ્ધાળુઓની સંખ્યા ફરી એકવાર ઓછી થઇ રહી છે. બો્ર્ડ તરફથી ટેસ્ટ વગર કોઇને આગળ જવા દેવામાં નથી આવી રહ્યા. જેથી શ્રધ્ધાળુઓ દરબાર તરફ નથી આવી રહ્યા

આરોગ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 ક્લાકમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના સંક્રમણના 3,023 નવા કેસ સામે આવ્યા છે અને 30 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ જમ્મુ કશ્મીરમાં સંક્રમણના કેસની સંખ્યા 1.69 લાખથી ઉપર છે જ્યારે મોતની સંખ્યા 2,227 થઇ ગઇ છે. આ વચ્ચે 963 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં સતત સાતમાં દિવસે પણ 3 લાખથી વધારે કેસ નોંધાયા છે.

Next Article