Coronavirus : કોરોનાની બીજી લહેરને હરાવવા હવે RSS પણ મેદાને, શરુ કર્યા કોવિડ સેવા કેન્દ્રો

|

Apr 30, 2021 | 9:30 AM

Coronavirus :  કોરોનાની બીજી લહેર વિરુધ્ધ જંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યુ છે. સંઘ અને સેવા ભારતીએ દેશની અલગ અલગ હૉસ્પિટલમાં સહયોગ આપવા સાથે કેટલીક જગ્યાઓ પર કોવિડ કેન્દ્ર પણ શરુ કર્યા છે.

Coronavirus : કોરોનાની બીજી લહેરને હરાવવા હવે RSS પણ મેદાને, શરુ કર્યા કોવિડ સેવા કેન્દ્રો
RSS

Follow us on

Coronavirus :  કોરોનાની બીજી લહેર વિરુધ્ધ જંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યુ છે. સંઘ અને સેવા ભારતીએ દેશની અલગ અલગ હૉસ્પિટલમાં સહયોગ આપવા સાથે કેટલીક જગ્યાઓ પર કોવિડ કેન્દ્ર પણ શરુ કર્યા છે. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ગુરુવારે વર્ચ્યુલી પ્રેસ કોન્ફરન્સ દ્વારા સ્વયંસેવકોને કામની જાણકારી આપી

તેમણે કહ્યુ કે સંઘના સ્વયંસેવકો દેશમાં 28 સ્થાનો પર હૉસ્પિટલમાં સહયોગના કામમાં જોડાયેલા છે.  આ સિવાય 43 સ્થાનો પર કોવિડ સેવા કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે શાસન-પ્રશાસન અને સમાજના સહિયારા પ્રયાસથી કોરોના  સામે જીત મળશે.

આંબેકરે કહ્યુ કે દેશમાં વિભિન્ન સંસ્થાઓના  સહયોગથી સંઘે 2442 રસીકરણ કેન્દ્ર શરુ કર્યા છે. 10 હજારથી વધારે રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે હંમેશાની જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , સેવાભારતી સહિત અન્ય સંગઠન તેમજ સંસ્થાઓ પ્રભાવી ક્ષેત્ર તેમજ પરિવારો સુધી રાહત પહોંચાડવામાં જોડાયેલા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના સંક્રમિત લોકો માટે આઈસોલેશન સેન્ટર , કોવિડ સેવા કેન્દ્ર , ઓક્સીજ સપ્લાઇ,એ્મ્બ્યુલન્સ સેવા ,રાશન માસ્ક વિતરણ કાર્યોને પ્રાથમિકતાના આધાર પર તત્કાલ કેટલાક પ્રાંતોમાં સ્વયંસેવકો દ્વારા શરુ કરવામાં આવ્યુ છે. ઇન્દોરમાં સંઘની પહેલ પર બે હજાર બેડનું કોવિડ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે.

Next Article