Coronavirus : રાજસ્થાનના સીએમ અશોક ગહલોત કોરોના પોઝિટિવ, પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના

|

Apr 29, 2021 | 7:26 PM

Coronavirus :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ-19થી સંક્રમિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પત્નીના જલ્ધી સ્વસ્થ થવાની કામના કરી છે.

Coronavirus : રાજસ્થાનના સીએમ અશોક ગહલોત કોરોના પોઝિટિવ, પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના
PM Narendra Modi and Rajasthan CM Ashok Gehlot

Follow us on

Coronavirus :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોવિડ-19થી સંક્રમિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પત્નીના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. હકીકતમાં ગેહલોત ગુરુવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એટલું જ નહિ તેમણે જણાવ્યું કે તેમની પત્ની સુનિતા ગહલોત પણ બુધવારે કોરોનાથી સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા છે.

સીએમએ ગુરુવારે ટ્વીટ કર્યુ કે કોવિડ ટેસ્ટ કરાવતા આજે મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મને કોઇ લક્ષણ નથી અને હું સારુ ફીલ કરી રહ્યો છુ. કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા હું આઇસોલેશનમાં રહી કાર્ય ચાલુ રાખીશ. ગહલોતના પોઝિટીવ થયા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પત્ની સુનીતાજીના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

આ પહેલા બુધવારે સીએમ ગેહલોતે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે મારી પત્ની શ્રીમતી સુનિતા ગહલોત કોવિડ પોઝિટિવ આવ્યા છે પ્રોટોકોલ પ્રમાણે હોમ આઈસોલેશનમાં તેમની ટ્રીટમેન્ટનો પ્રારંભ થઇ ગયો છે. હવે આઈસોલેશનમાં રહીને ડૉક્ટર અને અધિકારીઓ સાથે સાંજે 8:30 વાગે રોજ થનારી કોવિડ સમીક્ષા બેઠક લઇશ.

બુધવારે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા દરમિયાન ગહલોતે કહ્યુ કે કોવિડની બીજી લહેરમાં મોત સંક્રમણની ભયાનક સ્થિતિને દર્શાવે છે. તેમણે જણાવ્યુ કે પહેલીવાર એવું દેખાઇ રહ્યુ છે કે યુવાઓ પણ આ મોતનો શિકાર થઇ રહ્યા છે. ભર્તી થનારા દર્દીઓમા વધારે દર્દીઓને હાઇ ફ્લો ઓક્સીજનની જરુર પડી રહી છે.  એવામાં આ સમય આપણા માટે ચિંતાજનક થવાની સાથે સાથે પડકારભર્યો પણ છે. આપને જણાવી દઇએ કે રાજસ્થાનમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના રેકોર્ડ તોડ 16,613 કેસ સામે આવ્યા છે.

 

Next Article