ચિંતામાં વધારો: દેશમાં મળ્યા કોરોનાના 120થી વધુ Mutation, જાણો કયા થઇ શકે છે ખતરનાક સાબિત

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ખતરનાક વેરિએન્ટ્સના નામ આપ્યા છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, એટા અને લોટા. આ તમામ પ્રકારો ભારતમાં મળી આવ્યા છે.

ચિંતામાં વધારો: દેશમાં મળ્યા કોરોનાના 120થી વધુ Mutation, જાણો કયા થઇ શકે છે ખતરનાક સાબિત
પ્રતિકાત્મક તસ્વીર

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. દેશભરમાં અત્યાર સુધી કોરોનાના 38 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી માત્ર 28 હજારની જ જીનોમ સિક્વિન્સિંગ (Genome Sequencing) થઇ શકી છે. સ્ટડીમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. જાણવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના 120 થી વધુ મયૂટેશન મળી આવ્યા છે. જેમાં 8 સૌથી વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યા છે. જોકે વૈજ્ઞાનિકો હજુ પણ 14 મયૂટેશનની તપાસ કરી રહ્યા છે.

ચિંતાજનક રિપોર્ટ આવ્યો સામે

તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ખતરનાક વેરિએન્ટ્સના નામ આપ્યા છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, એટા અને લોટા. આ તમામ પ્રકારો ભારતમાં મળી આવતા ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ પ્રકારો કેટલાક કેસોમાં વધુ તો કેટલાકમાં ઓછા જોવા મળ્યા છે. તેમની સિક્વન્સીંગ દેશભરમાં 28 લેબમાં ચાલી રહી છે. વેરિઅન્ટના પ્રારંભિક અહેવાલનાં પરિણામો એકદમ આઘાતજનક છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા પણ છે. છેલ્લા 60 દિવસમાં 76 ટકા નમૂનાઓમાં તેની પુષ્ટિ મળી છે.

શું છે જીનોમ સિક્વિન્સિંગ?

તમને જણાવી દઈએ કે જીનોમ સિક્વિન્સિંગની મદદથી વૈજ્ઞાનિકો કોરોના વાયરસમાં થવાવાળા બદલાવને સમજી શકે છે. દરેક રાજ્યથી 5% સેમ્પલનું જીનોમ સિક્વિન્સિંગ થવું જરૂરી છે. તેમ છતાં દેશમાં જીનોમ સિક્વિન્સિંગ 3% પણ નથી થઇ રહ્યું.

એન્ટીબોડી પર જોખમ

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં 28 હજાર 43 નમૂનાનું જિનોમ સિક્વિન્સિંગ થયું છે, જેમાં ડેલ્ટા પ્લસ અને કાપાના ગંભીર મયૂટેશન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકો મુજબ ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા મયૂટેશન સૌથી વધુ જોખમી છે. આ પરિવર્તન ઝડપથી ફેલાય છે અને લોકોની એન્ટિબોડીઝ પર હુમલો કરે છે. કોરોના વાયરસના પરિવર્તન અંગે અભ્યાસ ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 60 દિવસમાં, ડેલ્ટા વેરિઅન્ટ 76 ટકા નમૂનામાં જોવા મળ્યા છે. તે જ સમયે કાપા વેરિએન્ટ આઠ ટકા નમૂનામાં જોવા મળ્યા. કોરોના વારંવાર તેનું સવરૂપ બદલી રહ્યું છે. 5 % ટકા નમૂનાઓમાં આલ્ફા વેરિઅન્ટ પણ જોવા મળ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati