Corona Virus: કોરોનાને લઈ ભ્રામક જાણકારી ફેલાવનારા ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

|

Apr 25, 2021 | 7:56 PM

કોવિડ-19 સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે કેટલાક ટ્વીટ ડિલીટ કર્યા છે. ખબરોના પ્રમાણે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા બધી પોસ્ટ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જે કોરોના મહામારીને લઈ ખોટી અને ભ્રામક જાણકારી આપી રહ્યા છે. જો કે હવે તેના પર પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે.

Corona Virus: કોરોનાને લઈ ભ્રામક જાણકારી ફેલાવનારા ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવ્યા કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

Follow us on

કોવિડ-19 સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે કેટલાક ટ્વીટ ડિલીટ કર્યા છે. ખબરોના પ્રમાણે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતા બધી પોસ્ટ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જે કોરોના મહામારીને લઈ ખોટી અને ભ્રામક જાણકારી આપી રહ્યા છે. જો કે હવે તેના પર પણ રાજનીતિ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટી દાવો કરી રહી છે કે આ સોશિયલ મીડિયા પોસ્ટને એટલે ડિલીટ કરવામાં આવી છે કારણકે તેમાં સરકારની આલોચના હતી. આ વચ્ચે કેન્દ્ર સરકારે પણ નિવેદન આપી સ્પષ્ટ કર્યુ છે કે જે  ટ્વીટ્સ ડિલીટ કરવામાં આવી છે તેના થકી કોરોનાને લઈ ખોટી જાણકારી પ્રસારિત કરવામાં આવી રહી હતી.

 

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું કે કોરોના મહામારીને લઈને લોકોમાં ભય ફેલાવવાના આદેશથી કેટલાક યૂઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે તે જાણકારી મળ્યા બાદ ગૃહ મંત્રાલયના સૂચનથી સૂચના પ્રસારણ મંત્રાલયે 100 સોશિયલ મીડિયા પોસ્ટ અને યુઆરએલ ડિલિટ કરવા કહ્યું હતું. આ પોસ્ટ થકી કોરોના મહામારી સંબંધિત જૂના ફોટો, સાંપ્રદાયિક સંવેદનશીલ અને ભ્રામક જાણકારી શેર કરવામાં આવી હતી. કોરોના મહામારી સામેની લડાઈમાં બાધાથી બચવા આ નિર્ણય લેવામાં આવ્યો.

 

આપને જણાવી દઈએ કે જે લોકોના ટ્વીટ ડિલીટ થયા છે, તેમાંથી કોંગ્રેસ નેતા પવન ખેડા પણ સામેલ છે. કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું છે કે જ્યારે દેશ કોરોના સામે યુદ્ધ જીતવા ઈમાનદાર કોશિશ કરી રહ્યો છે ત્યારે કેટલાક લોકો સમાજમાં અવ્યવસ્થા ફેલાવવાના આશયથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકાર આલોચનાઓ અને સૂચનોનું સ્વાગત કરે છે. પરંતુ તે યૂઝર્સ વિરુદ્ધ પગલા લેવા જરુરી છે, જે પોતાના અનૈતિક આશય માટે આ સમયે પણ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Coronavirus Update : રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

Next Article