Coronavirus : ગોવામાં લોકડાઉનની જાહેરાત જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ

|

Apr 28, 2021 | 7:35 PM

દેશમાં કોરોનાના વધતા કેસના કારણે અલગ-અલગ રાજ્યોમાં ક્યાક લોકડાઉન તો ક્યાક વીકેન્ડ લોકડાઉન તો ક્યાક નાઇટકર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી છે. આ કડીમાં બુધવારે ગોવામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.

Coronavirus : ગોવામાં લોકડાઉનની જાહેરાત જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ
Lockdown

Follow us on

Coronavirus : દેશમાં કોરોનાના વધતા કેસના કારણે અલગ-અલગ રાજ્યોમાં ક્યાક લોકડાઉન તો ક્યાક વીકેન્ડ લોકડાઉન તો ક્યાક નાઇટ કર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી છે. આ કડીમાં બુધવારે ગોવામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. તેનું એલાન કરતા ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવામાં 29 એપ્રિલ સાંજે 7 થી 3 જી મે સવાર સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ દરમિયાન આવશ્યક સેવાઓ, ઔધોગિક ગતિવિધિઓની પરવાનગી આપવામાં આવી છે. આ દરમિયાન સાર્વજનિક પરિવહન બંધ રહેશે. રાજ્યમાં કસીનો, હોટલ, પબ બંધ રહેશે. આવશ્યક સેવાઓ પરિવહન માટે સીમાઓ ખુલી રહેશે.

 

આપને જણાવી દઇએ કે કોરોનાના સંક્રમણના જોતા ગુજરાતમાં રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની ઘોષણા કરી છે. આઠ મહાનગર અને 29 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ સાથે બુધવાર રાતથી આગામી પાંચ મે સુધી મેડકિલ, ડેરી, રાશન, શાકભાજી-ફળ સિવાય દુકાનો મોલ્સ, મલ્ટીપ્લેક્સ, મંદિર, બગીચા, જિમ, સ્નાનાગાર વગેરે બંધ રહેશે. વિવિધ સમારોહ પર પણ સરકાર દ્વાર રોક લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર સરકારે દિશા નિર્દેશો, ચિકિત્સકો અને વિવિધ સંગઠનની સલાહને જોતા 28 એપ્રિલથી પાંચ મે સુધી પ્રદેશમાં આંશિક લોકડાઉનની ઘોષણા કરતા આવશ્યક સેવાઓ સિવાય બધી જ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Next Article