Corona Virus: જાણો કેટલા દિવસમાં ઓક્સિજનની સ્થિતિ આવશે કંટ્રોલમાં?

|

Apr 25, 2021 | 9:48 PM

હકીકતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન, એઈમ્સમાં મેડિસિનના પ્રોફેસર અને એચોઓડી ડૉ. નવીત વિગ અને હેલ્થ સર્વિસિસના ડાયરેક્ટર જનરલ ડૉ સુનિલ કુમાર વિસ્તારપૂર્વક ચર્ચા કરી રહ્યા છે.

Corona Virus: જાણો કેટલા દિવસમાં ઓક્સિજનની સ્થિતિ આવશે કંટ્રોલમાં?
oxygen cylinder

Follow us on

Coronavirus: હકીકતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર એઈમ્સ દિલ્લીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન, એઈમ્સમાં મેડિસિનના પ્રોફેસર અને એચોઓડી ડૉ. નવીત વિગ અને હેલ્થ સર્વિસિસના ડાયરેક્ટર જનરલ ડૉ સુનિલ કુમાર વિસ્તારપૂર્વક ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયામ ત્રેહને કહ્યું કે સરકાર ઓક્સિજનની આયાત કરી રહી છે, 5-6 દિવસમાં સ્થિતિ કંટ્રોલમાં આવી જશે.

 

ચર્ચામાં મેદાંતાના ડૉ. ત્રેહને જણાવ્યું કે કોરોના દર્દીનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવે છે, તેમણે તરત જ સ્થાનીય ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સાથે ડૉક્ટરને પ્રોટોકોલ વિશે જાણકારી હોય અને તેઓ તે અનુસાર  ટ્રીટમેન્ટ શરુ કરી શકે છે. જો સમયસર દવા આપવામાં આવે તો 90 ટકા કોરોનાના દર્દીઓ ઘરે જ સાજા થઈ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ડૉ સુનીલ કુમારે કહ્યું કે 2021 નવો વાઈરસ લઈને આવ્યું અને આપણે સૌ તૈયાર નહોતા. ભારત સરકારે પોતાની ફરજ નિભાવતા ટેસ્ટિંગ પ્રક્રિયાને ઝડપી કરી. આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણી સરકાર ડૉક્ટર્સ , માઈક્રોબાયોલોજિસ્ટ વૈજ્ઞાનિકોના સૂચનથી મજબૂત અને વૈજ્ઞાનિક ઉઠાવશે.

 

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF દ્વારા કોરોના મહમારીથી સુરક્ષિત રહેવાના હેતુથી જાગૃતિ અભિયાન

Next Article