Coronavirus : કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોય તેઓ વિદેશ જઈ શકે ? જાણો શુ કહ્યુ આરોગ્ય મંત્રાલયે

|

May 23, 2021 | 3:37 PM

Coronavirus : કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે હવાઇ યાત્રાને લઇ આરોગ્ય મંત્રાલયનું એક નિવેદન સામે આવ્યુ છે.વેક્સીનેશન પાસપોર્ટને લઇ પૂછાયેલા એક સવાલ પર આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે વિશ્વ આરોગ્યા સસ્થા ( WHO ) દ્વારા આ બાબતે કોઇ સહમતિ થઇ નથી.

Coronavirus : કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોય તેઓ વિદેશ જઈ શકે ? જાણો શુ કહ્યુ આરોગ્ય મંત્રાલયે
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોના વાયરસ (Coronavirus)સામે રસીકરણ(Vaccination) ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. સરકારના પ્રયત્નો છે કે ઝડપથી તમામ લોકોનું રસીકરણ થઇ જાય. જેથી કરીને કોરોનાનો ખતરો ઓછો થઇ શકે. ત્યારે કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે હવાઇ યાત્રાને લઇ આરોગ્ય મંત્રાલયનું એક નિવેદન સામે આવ્યુ છે.

વેક્સીનેશન પાસપોર્ટને લઇ પૂછાયેલા એક સવાલ પર આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO )  લેવલ પર આ બાબતે કોઇ સહમતિ થઇ નથી. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ જણાવે છે કે આ વિષય પર ચર્ચા થવાની હજી બાકી છે . જો કોઇ સહમતિ થશે તો તે પ્રમાણે પગલા લેવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે અત્યારે WHO અને વિવિધ દેશોની ગાઇડલાઇન્સ પ્રમાણે માત્ર એ જ લોકો યાત્રા કરી શકશે જેમનો રિપોર્ટ નેગેટિવ છે.

સાંકેતિક તસ્વીર

 જાણો શું છે વેક્સીન પાસપોર્ટ ? 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વેક્સીન પાસપોર્ટ તમને હવાઇ યાત્રા કરવાનુ સર્ટિફિકેટ આપે છે. આ સર્ટિફિકેટમાં જણાવવામાં આવે છે કે તમે કોરોનાની રસી લઇ લીધી છે અને અન્ય લોકો માટે ખતરો નથી. સ્વાભાવિક પણે આવા લોકોને યાત્રા કરવાની મંજૂરી મળવી જોઇએ. ગયા મહિને આ કોનસેપ્ટ ઇઝરાયલમાં લાગુ કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલ દુનિયાનો પહેલો દેશ છે જેણે લોકોને વેક્સીન પાસપોર્ટ આપીને લોકોને હવાઇ સફર કરવાની મંજૂરી આપી છે. આ પાસપોર્ટથી લોકો પોતોના દેશની અંદર જનસુવિધાઓ જેવી કે હોટલ,જીમ અને રેસ્ટોરન્ટમાં જઇ શકે છે.

વેક્સીન પાસપોર્ટના ફાયદા

વેક્સીન પાસપોર્ટના અનેક ફાયદા છે. આનાથી ટૂરિઝમ અને એવિએશન સેક્ટરને મદદ મળશે અને કમાણીમાં પણ વધારો થશે. જે લોકો વેક્સીન લઇ ચૂક્યા છે તેઓ હવાઇ યાત્રા થકી પોતાનુ કામકાજ ચાલુ રાખી શકે છે. વેક્સીન પાસપોર્ટથી દેશ-દુનિયામાં ડિજિટલ રેકોર્ડ પણ જમા થશે કે કેટલા લોકોએ વેક્સીન લીધી છે અને ક્યાં-ક્યાં યાત્રા કરી છે. વેક્સીન પાસપોર્ટથી લોકોને ક્વોરન્ટીન થવાથી બચાવી શકાશે. હવે એ લોકો જ હવાઇ યાત્રા બાદ ક્વોરન્ટીન થશે જેમણે વેક્સીન લીધી નથી.

Next Article